Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 913

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣡न्द्रो꣢ दधी꣣चो꣢ अ꣣स्थ꣡भि꣢र्वृ꣣त्रा꣡ण्यप्र꣢꣯तिष्कुतः । ज꣣घा꣡न꣢ नव꣣ती꣡र्नव꣢꣯ ॥९१३॥

इ꣡न्द्रः꣢꣯ । द꣣धीचः꣢ । अ꣢स्थ꣡भिः꣢ । वृ꣣त्रा꣡णि꣢ । अ꣡प्र꣢꣯तिष्कुतः । अ । प्र꣣तिष्कुतः । जघा꣡न꣢ । न꣣वतीः꣢ । न꣡व꣢꣯ ॥९१३॥

Mantra without Swara
इन्द्रो दधीचो अस्थभिर्वृत्राण्यप्रतिष्कुतः । जघान नवतीर्नव ॥

इन्द्रः । दधीचः । अस्थभिः । वृत्राणि । अप्रतिष्कुतः । अ । प्रतिष्कुतः । जघान । नवतीः । नव ॥९१३॥

Samveda - Mantra Number : 913
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अप्रतिष्कुतः) ગુણ, કર્મ, સ્વભાવ દ્વારા પ્રતિનિધિ રહિત તથા ન પ્રતિ - આપ્રવણશીલ પોતાના ગુણ, કર્મ, સ્વભાવથી વિચલિત ન થનાર, એકરસ અને ન પ્રતિકૃત = પ્રતિકારથી રહિત તથા કોઈથી પ્રતિહિંસિત ન થનાર (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (दधीचः) દધિ = ધ્યાન-પરમાત્માના ધ્યાનને પ્રાપ્ત ધ્યાનીના (वृत्राणि) પાપો - પાપી વિચારોને (अस्थभिः) અસ્થિઓને ઉપતાપિત કરનારી સમિધાઓ-સમિદ્ધ જ્ઞાન પ્રકાશથી પ્રદીપ્ત સ્વશક્તિઓથી (जघान) નષ્ટ કરી નાખે છે તથા (नव नवतीः) નવ = પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર યુક્ત ગતિ પ્રવૃત્તિઓ-વાસનાઓને પણ નષ્ટ કરી નાખે છે. (૫)
Essence
ભાવાર્થ : કોઈપણ જ્ઞાન, દયા, ન્યાયશક્તિ આદિ ગુણ, સૃષ્ટિ રચના, જીવોના કર્મફળાદિ કર્મમાં સર્વગત, વિભુ આદિ સ્વભાવથી પ્રતિનિધિ - સમકક્ષથી રહિત, સ્વગુણોથી અવિચલિત, એકરસ, પ્રતિકાર કરવાથી રહિત, પ્રતિકારની ઇચ્છા રહિત, અન્ય દ્વારા અહિંસિત થનાર, પોતાના ધ્યાનમાં, પોતાની ઉપાસનામાં મગ્ન રહેનાર ઉપાસકના પાપો-પોતાના વિષયક પાપો તથા અન્ય પ્રત્યેના પાપોને નષ્ટ કર્યા કરે છે; પરંતુ તે ધ્યાનીની નવ પ્રકારની વાસનાઓનો પણ નાશ કરી નાખે છે - જે પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગ્રહણ વાસનાઓ છે તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના અર્થાત્ મનના સંકલ્પ, બુદ્ધિ તર્કો, ચિત્તના સ્મરણ, અહંકારની મમતાઓ સંસારને લક્ષ્ય કરીને થાય છે તેને પણ નષ્ટ કરે છે, નિરુદ્ધ કરી નાખે છે. (૫)