Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 895

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡ प꣢वस्व म꣣ही꣢꣫मिषं꣣ गो꣡म꣢दिन्दो꣣ हि꣡र꣢ण्यवत् । अ꣡श्व꣢वत्सोम वी꣣र꣡व꣢त् ॥८९५॥

आ । प꣣वस्व । मही꣢म् । इ꣡ष꣢꣯म् । गो꣡म꣢꣯त् । इ꣣न्दो । हि꣡र꣢꣯ण्यवत् । अ꣡श्व꣢꣯वत् । सो꣣म । वीरव꣡त्꣢ ॥८९५॥

Mantra without Swara
आ पवस्व महीमिषं गोमदिन्दो हिरण्यवत् । अश्ववत्सोम वीरवत् ॥

आ । पवस्व । महीम् । इषम् । गोमत् । इन्दो । हिरण्यवत् । अश्ववत् । सोम । वीरवत् ॥८९५॥

Samveda - Mantra Number : 895
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्दो सोम) હે આનંદપૂર્ણ શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (महीम् इषम्) મારી મહાન એષણાઇચ્છાને જે પુત્રેષણા નહિ, લોકેષણા નહિ અને વિત્તેષણા પણ નહિ, પરંતુ તારા સ્વરૂપ પ્રાપ્તિની ઇચ્છા છે; તેને (आपवस्व) સમગ્રરૂપથી પૂરી કર-સારી રીતે પૂરી કર. (गोमत्) એ જ-પૂરી થતાં ઉપાસકની દ્રષ્ટિમાં ગાયોવાળી, (अश्ववत्) ઘોડાઓ વાળી (वीरवत्) પુત્રોવાળી (हिरण्यवत्) સુવર્ણ-સંપત્તિવાળી જે સાંસારિક સમસ્ત એષણાઓ છે તે પૂરી થઈ જાય છે. (૪)