Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 868

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
न꣡ दु꣢ष्टु꣣ति꣡र्द्र꣢विणो꣣दे꣡षु꣢ शस्यते꣣ न꣡ स्रेध꣢꣯न्तꣳ र꣣यि꣡र्न꣢शत् । सु꣣श꣢क्ति꣣रि꣡न्म꣢घव꣣न् तु꣢भ्यं꣣ मा꣡व꣢ते दे꣣ष्णं꣡ यत्पार्ये꣢꣯ दि꣣वि꣢ ॥८६८॥

न꣢ । दु꣣ष्टुतिः꣢ । दुः꣣ । स्तुतिः꣢ । द्र꣣विणोदे꣡षु꣢ । द्र꣣विणः । दे꣡षु꣢꣯ । श꣣स्यते । न꣢ । स्रे꣡धन्त꣢꣯म् । र꣣यिः꣢ । न꣣शत् । सु꣣श꣡क्तिः꣢ । सु꣣ । श꣡क्तिः꣢꣯ । इत् । म꣣घवन् । तु꣡भ्य꣢꣯म् । मा꣡व꣢꣯ते । दे꣡ष्ण꣢म् । यत् । पा꣡र्ये꣢꣯ । दि꣣वि꣢ ॥८६८॥

Mantra without Swara
न दुष्टुतिर्द्रविणोदेषु शस्यते न स्रेधन्तꣳ रयिर्नशत् । सुशक्तिरिन्मघवन् तुभ्यं मावते देष्णं यत्पार्ये दिवि ॥

न । दुष्टुतिः । दुः । स्तुतिः । द्रविणोदेषु । द्रविणः । देषु । शस्यते । न । स्रेधन्तम् । रयिः । नशत् । सुशक्तिः । सु । शक्तिः । इत् । मघवन् । तुभ्यम् । मावते । देष्णम् । यत् । पार्ये । दिवि ॥८६८॥

Samveda - Mantra Number : 868
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (द्रविणोदेषु) ભૌતિક અથવા આધ્યાત્મિક ધનદાતાઓમાં (दुष्टुतिः न शस्यते) નિંદા સ્તુતિવિપરીત સ્તુતિ-મનમાં જુદુ, આચરણમાં જુદુ, એવી અપવિત્ર મિથ્યા સ્તુતિ તે સારી નથી વિહિત નથી અને (स्रेधन्तं रयिः न नशत्) હિંસા કરનારને-ઉપકારને ન માનનાર કૃતઘ્નને ધનાદિ પણ વ્યાપ્ત થતાં નથી-સફળ થતાં નથી (मघवन तुभ्यं सुशक्तिः इत्) ઐશ્વર્યવાન તારા માટે તો સુગમતા જ છે (मावते देष्णम्) મારા જેવા ઉપાસકને માટે જે આપવા યોગ્ય આધ્યાત્મિક ધન તું આપવા ઇચ્છે (यत् पार्ये दिवि) જે ધન પાર-દ્યુલોક-મોક્ષધામનું ધન છે. (૨)

 
Essence
ભાવાર્થ : ધનદાતાઓને માટે તેની નિંદા સ્તુતિ, અપવિત્ર સ્તુતિ પ્રશસ્ત-સારી નથી-પસંદ નથી વા વિહિત નથી અને કૃતઘ્નને ધન વ્યાપ્ત થતું નથી-ફળદાયી બનતું નથી. ઐશ્વર્યવાન પરમાત્મન્ તારા માટે તો સરળ છે. મારા જેવા ઉપાસકને માટે અભીષ્ટ ધન આપવા ઇચ્છે તો તે અધ્યાત્મધન અત્યંત દૂર મોક્ષધામમાં પણ આપે છે. (૨)