Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 812

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
श꣣ता꣡नी꣢केव꣣ प्र꣡ जि꣢गाति धृष्णु꣣या꣡ हन्ति꣢꣯ वृ꣣त्रा꣡णि꣢ दा꣣शु꣡षे꣢ । गि꣣रे꣡रि꣢व꣣ प्र꣡ रसा꣢꣯ अस्य पिन्विरे꣣ द꣡त्रा꣢णि पुरु꣣भो꣡ज꣢सः ॥८१२॥

श꣣ता꣡नी꣢का । श꣣त꣢ । अ꣣नीका । इव । प्र꣢ । जि꣣गाति । धृष्णुया꣢ । ह꣡न्ति꣢꣯ । वृ꣣त्रा꣡णि꣢ । दा꣣शु꣡षे꣢ । गि꣣रेः꣢ । इ꣣व । प्र꣢ । र꣡साः꣢꣯ । अ꣣स्य । पिन्विरे । द꣡त्रा꣢꣯णि । पु꣣रुभो꣡ज꣢सः । पु꣣रु । भो꣡ज꣢꣯सः ॥८१२॥

Mantra without Swara
शतानीकेव प्र जिगाति धृष्णुया हन्ति वृत्राणि दाशुषे । गिरेरिव प्र रसा अस्य पिन्विरे दत्राणि पुरुभोजसः ॥

शतानीका । शत । अनीका । इव । प्र । जिगाति । धृष्णुया । हन्ति । वृत्राणि । दाशुषे । गिरेः । इव । प्र । रसाः । अस्य । पिन्विरे । दत्राणि । पुरुभोजसः । पुरु । भोजसः ॥८१२॥

Samveda - Mantra Number : 812
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (धृष्णुया) ધર્ષણશીલ-પરમાત્મા (दाशुषे) સ્વાત્મ સમર્પણ કર્તા ઉપાસકના (वृत्राणि) પાપોને (हन्ति) નષ્ટ કરી દે છે (शतानीका इव प्रजिगाति) જેમ સેંકડો સૈનિકોના બળોને સેનાનાયક પૂર્ણરૂપથી જીતી લે છે. તથા (अस्य पुरुभोजसः) એવા અત્યંત પાલનકર્તા પરમાત્માનું (दत्राणि) સુખદ ભોગ્ય દાન (गिरेः रसाः इव प्रपिन्वरे) જેમ પર્વતમાંથી નદી વહીને ભૂમિને સિંચે છે, તૃપ્ત કરે છે, તેમ ઉપાસકને તૃપ્ત કરે છે. (૨)

 
Essence
ભાવાર્થ : જેમ સેનાનાયક શત્રુ સૈનિક બળોને જીતીને નષ્ટ કરી દે છે, તેમ આત્મસમર્પણકર્તા ઉપાસકનાં પાપોનો નાશ પરમાત્મા કરી દે છે. પુનઃ જેમ પર્વતમાંથી વહીને નદી ભૂમિને સિંચે છે, તેમ અત્યંત પાલનકર્તા પરમાત્મા વિવિધ સુખ દાનથી ઉપાસકને તૃપ્ત કરે છે. (૨)