Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 8

1875 Mantra
Devata- अग्निः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
आ꣡ ते꣢ व꣣त्सो꣡ मनो꣢꣯ यमत्पर꣣मा꣡च्चि꣢त्स꣣ध꣡स्था꣢त् । अ꣢ग्ने꣣ त्वां꣢ का꣢मये गि꣣रा꣢ ॥८॥

आ꣢ । ते꣣ । वत्सः꣢ । म꣡नः꣢꣯ । य꣣मत् । परमा꣢त् । चि꣣त् । सध꣡स्था꣢त् । स꣣ध꣢ । स्था꣣त् । अ꣡ग्ने꣢꣯ । त्वाम् । का꣣मये । गिरा꣢ ॥८॥

Mantra without Swara
आ ते वत्सो मनो यमत्परमाच्चित्सधस्थात् । अग्ने त्वां कामये गिरा ॥

आ । ते । वत्सः । मनः । यमत् । परमात् । चित् । सधस्थात् । सध । स्थात् । अग्ने । त्वाम् । कामये । गिरा ॥८॥

Samveda - Mantra Number : 8
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (वत्सः) તારા ગુણોનો વક્તા-સ્તુતિકર્તા હું (परमात् सधस्थात् चित्) પરમ સહસ્થાન - મોક્ષ ધામથી પણ (ते मनः आ यमत्) તારા માનનીય સ્વરૂપને સ્વ આત્મામાં ખેંચીને લઈ આવું છું (त्वां गिरा कामये) તને સ્તુતિ દ્વારા ચાહું છું - ઇચ્છું છું કે પ્રેમ કરું છું.
Essence
ભાવાર્થ : હે મારા પરમ પ્રિય પરમાત્મન્ ! જો કે તું સર્વવ્યાપક છે, પરંતુ કૈવલ્ય = મોક્ષની દૃષ્ટિએ તારું સ્થાન પરમ સધસ્થ - મોક્ષધામ છે, જ્યાં તારો અને મારો પરમ સહવાસ થાય છે, સંસારમાં રહેતા તારો અને મારો સહવાસ મારા હૃદય-ગૃહમાં થાય છે, પરંતુ તે સ્થાન અલ્પ છે, અવમ સધસ્થ છે, જેથી જ્યાં સુધી પરમ સધસ્થ - મોક્ષધામમાં ન પહોંચું, ત્યાં સુધી હાં, એ મારા અલ્પ હૃદય ગૃહમાં તારા મનનીયસ્વરૂપને અવશ્ય પરમ સધસ્થ-મોક્ષધામની સ્તુતિ બળથી ખેંચીને લાવું છું. તથા તને અંગ સંગી બનાવું છું. કારણ કે હું તને સ્તુતિ દ્વારા ચાહું છું, તને તારી સ્તુતિ જોઈએ. મને તારું મનનીય સ્વરૂપ જોઈએ. જ્યારે હું સ્તુતિ કરતાં-કરતાં મારા આત્માને પૂર્ણ રૂપથી ઝુકાવી દઉં છું, ત્યારે તું પણ પોતાના મનનીય સ્વરૂપને મારી તરફ નમાવી દે છે. સ્તુતિ તારા દર્શનનું અમોઘ સાધન છે, તેથી સ્તુતિ દ્વારા તને ચાહું છું. ખાલી હાથે નહિ, પરંતુ સ્તુતિની ભેટ દ્વારા મળું છું. (૮)