Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 770

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- श्यावाश्व आत्रेयः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡दी꣢ꣳ ह꣣ꣳसो꣡ यथा꣢꣯ ग꣣णं꣡ विश्व꣢꣯स्यावीवशन्म꣣ति꣢म् । अ꣢त्यो꣣ न꣡ गोभि꣢꣯रज्यते ॥७७०॥

आ꣢त् । ई꣣म् । हꣳसः꣢ । य꣡था꣢꣯ । ग꣣ण꣢म् । वि꣡श्व꣢꣯स्य । अ꣣वीवशत् । मति꣢म् । अ꣡त्यः꣢꣯ । न । गो꣡भिः꣢꣯ । अ꣣ज्यते ॥७७०॥

Mantra without Swara
आदीꣳ हꣳसो यथा गणं विश्वस्यावीवशन्मतिम् । अत्यो न गोभिरज्यते ॥

आत् । ईम् । हꣳसः । यथा । गणम् । विश्वस्य । अवीवशत् । मतिम् । अत्यः । न । गोभिः । अज्यते ॥७७०॥

Samveda - Mantra Number : 770
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आत् ईम्) તો નિશ્ચયથી (यथा हंसः गणम् अवीवशत्) જેમ હંસ અન્ય પક્ષીગણને પોતાની શ્વેત સુંદરતા આદિ ગુણોથી વશ કરે છે અપેક્ષાથી પ્રશંસાપાત્ર બને છે. (विश्वस्य मतिम्) તેમ એ સોમપરમાત્મા પોતાના ન્યાય દયા આનંદ આદિ ગુણોમાં સંસારભરનાં મતિમાન-બુદ્ધિમાનજનને વશ કરે છે. પોતાના પ્રભાવમાં લઈ આવે છે તથા (अत्यः न गोभिः अज्यते) જેમ ગતિશીલ ઘોડાને અન્ન દાણાચારા આદિથી વ્યક્ત-પુષ્ટ પ્રસન્ન કરવામાં આવે છે, તેમ સોમ પરમાત્મા પણ સ્તુતિઓ દ્વારા હૃદયમાં સાક્ષાત્ કરી શકાય છે. (૨)


 
Essence
ભાવાર્થ : જેમ હંસ પક્ષીગણને પોતાના ગુણથી અભિભૂત કરે છે, મોહિત કરે છે, તેમ પરમાત્મા સંસારનાં મતિમાન માત્રને પ્રભાવિત કરે છે. જેમ ગતિશીલ ઘોડાને દાણા-ચારા આદિથી પ્રસન્ન, પુષ્ટ કરવામાં આવે છે, તેમ પરમાત્માને સ્તુતિઓથી હૃદયમાં સાક્ષાત્ કરી શકાય છે. (૨)