Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 75

1875 Mantra
Devata- पूषा Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
शु꣣क्रं ते꣢ अ꣣न्य꣡द्य꣢ज꣣तं꣡ ते꣢ अ꣣न्य꣡द्वि꣢꣯षुरूपे꣣ अ꣡ह꣢नी꣣ द्यौ꣡रि꣢वासि । वि꣢श्वा꣣ हि꣢ मा꣣या꣡ अव꣢꣯सि स्वधावन्भ꣣द्रा꣡ ते꣢ पूषन्नि꣣ह꣢ रा꣣ति꣡र꣢स्तु ॥७५॥

शु꣣क्र꣢म् । ते꣣ । अन्य꣢त् । अ꣣न् । य꣢त् । य꣣जतम् । ते꣣ । अन्य꣢त् । अ꣣न् । य꣢त् । वि꣡षु꣢꣯रूपे । वि꣡षु꣢꣯ । रू꣣पेइ꣡ति꣢ । अ꣡ह꣢꣯नी । अ । ह꣣नीइ꣡ति꣢ । द्यौः । इ꣣व । असि । वि꣡श्वाः꣢꣯ । हि । मा꣣याः꣢ । अ꣡व꣢꣯सि । स्व꣣धावन् । स्व । धावन् । भद्रा꣢ । ते꣣ । पूषन् । इह꣢ । रा꣣तिः । अ꣣स्तु ॥७५॥

Mantra without Swara
शुक्रं ते अन्यद्यजतं ते अन्यद्विषुरूपे अहनी द्यौरिवासि । विश्वा हि माया अवसि स्वधावन्भद्रा ते पूषन्निह रातिरस्तु ॥

शुक्रम् । ते । अन्यत् । अन् । यत् । यजतम् । ते । अन्यत् । अन् । यत् । विषुरूपे । विषु । रूपेइति । अहनी । अ । हनीइति । द्यौः । इव । असि । विश्वाः । हि । मायाः । अवसि । स्वधावन् । स्व । धावन् । भद्रा । ते । पूषन् । इह । रातिः । अस्तु ॥७५॥

Samveda - Mantra Number : 75
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्वधावन् पूषन्) હે રસવન્ - જીવનરસ અને મોક્ષરસ આપનાર રસીલા તથા પોષણ કર્તા પરમાત્મન્ ! (ते) તારા (विषूरूपे अहनि) પરસ્પર વિષમરૂપ - વિરુદ્ધ રૂપવાળા અહન્તવ્ય બે દિવસમાન છે (ते) તારા (अन्यत् शुक्रम्) એક તો શુભ્ર - પ્રકાશમાન મોક્ષનામક દિવસરૂપ છે. ત્યાં (न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः કઠ.૫-૧૫) સૂર્ય , ચંદ્ર , તારા પ્રકાશ કરી શકતા નથી . વિદ્યુત્ ચમક બતાવતી નથી. ત્યાં અગ્નિ શું કરી શકે ?
       (अन्यत् यजतम्) બીજો એક યજનીય-યજનમાં આવવા યોગ્ય આચરણમાં લાવવા યોગ્ય રાત્રિ સમાન સંસાર નામક છે , આ રીતે (द्यौः इव असि) તું સૂર્ય સમાન છે , જેમ સૂર્ય દિવસ અને રાત્રિનો આધાર છે અથવા હેતુ છે , તેમ તું મોક્ષ અને સંસારનો આધાર અથવા હેતુ છે. (विश्वाः मायाः हि अवसि) અને તું સંસાર રૂપ પોતાની સમસ્ત માયાઓ પ્રકૃતિજન્ય કૃતિઓની અમારા માટે રક્ષા કરે છે - યથાવત્ રચના અને ધારણ કરે છે તથા (ते भद्रा रातिः इह अस्तु) ભજનીય ભાનવતી દત્તિ-દેવા-મોક્ષ સંપત્તિ આ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થાય. (૩)
Essence
ભાવાર્થ : પરમાત્મા ઉપાસકજનોનાં પોષક અને આનંદરસપ્રદ છે. અમને સંસારમાં પુષ્ટ કરે છે , યોગ્ય બનાવે છે અને મોક્ષમાં આનંદરસ પ્રદાન કરે છે. સંસાર અને મોક્ષ તેના દિવસ અને રાત સમાન છે , તે એનો આધાર અથવા હેતુ છે ; જેમ સૂર્ય દિવસ અને રાતનો આધાર અથવા હેતુ છે. ઉપાસકોને માટે પરમાત્મા સંસાર ભાગમાં પ્રકૃતિની વિકૃતિથી વિભિન્ન રચનાઓની રક્ષા કરે છે અને મોક્ષમાં કલ્યાણ આનંદ સંપત્તિ આપે છે. (૩)