Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 748

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नारदः काण्वः Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
त꣡मु꣢ हुवे꣣ वा꣡ज꣢सातय꣣ इ꣢न्द्रं꣣ भ꣡रा꣢य शु꣣ष्मि꣡ण꣢म् । भ꣡वा꣢ नः सु꣣म्ने꣡ अन्त꣢꣯मः꣣ स꣡खा꣢ वृ꣣धे꣢ ॥७४८॥

तम् । उ꣣ । हुवे । वा꣡ज꣢꣯सातये । वा꣡ज꣢꣯ । सा꣣तये । इ꣡न्द्र꣢꣯म् । भ꣡रा꣢꣯य । शु꣣ष्मि꣡ण꣢म् । भ꣡व꣢꣯ । नः꣣ । सुम्ने꣢ । अ꣡न्त꣢꣯मः । स꣡खा꣢꣯ । स । खा꣡ । वृधे꣢ ॥७४८॥

Mantra without Swara
तमु हुवे वाजसातय इन्द्रं भराय शुष्मिणम् । भवा नः सुम्ने अन्तमः सखा वृधे ॥

तम् । उ । हुवे । वाजसातये । वाज । सातये । इन्द्रम् । भराय । शुष्मिणम् । भव । नः । सुम्ने । अन्तमः । सखा । स । खा । वृधे ॥७४८॥

Samveda - Mantra Number : 748
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तं शुष्मिणम् इन्द्रम् उ) તે સમસ્ત બળવાળા પરમાત્માને અવશ્ય (वाजसातये भराय हुवे) અમૃત ભોગ-મોક્ષ આનંદ માટે તથા સાંસારિક ભરણ-પોષણ માટે-સાંસારિક શ્રેષ્ઠ સુખ ભોગ માટે આમંત્રિત કરું છું, તેથી હે પરમાત્મન્ ! તું (नः) અમારા (सुम्ने) સમસ્ત સુખને માટે અને (वृधे) વૃદ્ધિને માટે-જીવન વિકાસને માટે (अन्तमः सखा भव) અન્તિકતમ-અત્યંત નજીકના સાથી હૃદયસ્થ બની જા. (૩)

 
Essence
ભાવાર્થ : સમસ્ત બળધારક પરમાત્માને હૃદયમાં આમંત્રિત કરવો જોઈએ, તે જ મોક્ષનો અમૃતભોગ અને સાંસારિક ભરણ-પોષણ રૂપ સુખ અને સમસ્ત સુખોને પ્રદાન કરે છે; તથા અમારા જીવન વિકાસમાં અત્યંત નજીક સાથી હૃદયવાસી છે. (૩)