Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 738

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢स्ते꣣ अ꣡नु꣢ स्व꣣धा꣡मस꣢꣯त्सु꣣ते꣡ नि य꣢꣯च्छ त꣣꣬न्व꣢꣯म् । स꣡ त्वा꣢ ममत्तु सोम्य ॥७३८॥

यः꣢ । ते꣣ । अ꣡नु꣢꣯ । स्व꣣धा꣢म् । स्व꣡ । धा꣢म् । अ꣡स꣢꣯त् । सु꣣ते꣢ । नि । य꣣च्छ । त꣢꣯न्व꣢म् । सः । त्वा꣣ । ममत्तु । सोम्य ॥७३८॥

Mantra without Swara
यस्ते अनु स्वधामसत्सुते नि यच्छ तन्वम् । स त्वा ममत्तु सोम्य ॥

यः । ते । अनु । स्वधाम् । स्व । धाम् । असत् । सुते । नि । यच्छ । तन्वम् । सः । त्वा । ममत्तु । सोम्य ॥७३८॥

Samveda - Mantra Number : 738
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે ઇન્દ્ર પરમાત્મન્ ! તારા (यः) જે ઉપાસક (सुते) ઉપાસનારસ નિષ્પન્ન થતાં (स्वधाम् अनु असत्)  પોતાની આત્મ સમર્પણ ક્રિયાને અનુસરણ થઈ રહેલ છે. (तन्वं नियच्छ) સ્વકીય આત્માસ્વરૂપને તેને માટે પ્રદાન કર-પ્રદાન કરે છે (सोम्य सः त्वा ममत्तु) હે ઉપાસનારસને યોગ્ય પરમાત્મન્ ! તે ઉપાસક તને ઉપાસનારસથી નિરંતર આનંદિત કરતો રહે. (૨)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! ઉપાસક ઉપાસના સમયે પોતાના આત્માને તારા પ્રત્યે સમર્પણ કરે છે, તું પણ તારા સ્વરૂપ દર્શનનો પ્રસાદ તેને પ્રદાન કરે છે, પુનઃ તે ઉપાસક ઉપાસનારસ દ્વારા તને તૃપ્ત અને આનંદિત કરતો રહે છે. (૨)