Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 726

1875 Mantra
Devata- इन्द्रः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
शा꣡चि꣢गो꣣ शा꣡चि꣢पूजना꣣य꣡ꣳ रणा꣢꣯य ते सु꣣तः꣢ । आ꣡ख꣢ण्डल꣣ प्र꣡ हू꣢यसे ॥७२६॥

शा꣡चि꣢꣯गो । शा꣡चि꣢꣯ । गो꣣ । शा꣡चि꣢꣯पूजन । शा꣡चि꣢꣯ । पू꣣जन । अय꣢म् । र꣡णा꣢꣯य । ते꣣ । सुतः꣢ । आ꣡ख꣢꣯ण्डल । प्र । हू꣡यसे ॥७२६॥

Mantra without Swara
शाचिगो शाचिपूजनायꣳ रणाय ते सुतः । आखण्डल प्र हूयसे ॥

शाचिगो । शाचि । गो । शाचिपूजन । शाचि । पूजन । अयम् । रणाय । ते । सुतः । आखण्डल । प्र । हूयसे ॥७२६॥

Samveda - Mantra Number : 726
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शाचिगो) હે પ્રજ્ઞામાં-પ્રજ્ઞાનુરૂપ ગૌ = વેદવાક્ જેની એવી પ્રજ્ઞાનુરૂપ-પ્રજ્ઞાવૃદ્ધિકર હે વેદ વાક્ના સ્વામી ! શચી =પ્રજ્ઞામાં સંપન્ન (शाचिपूजन) પ્રજ્ઞાનુરૂપ પૂજન ઉપાસન જેનું થાય છે એવા પરમાત્મા અંધવિશ્વાસથી એવા પરમાત્માનું નહિ. (अयं सुतः) એ ઉપાસનારસ (ते रणाय) તારા રમણને માટે-તારું રમણ અમારી અંદર થાય એટલા માટે (आखण्डल प्र हूयसे) હે પાપ દોષોને છિન્ન-ભિન્ન કરનાર તને પ્રકૃષ્ટરૂપમાં નિમંત્રિત કરવામાં આવે છે. (૨)

 
Essence
ભાવાર્થ : પ્રજ્ઞાનુરૂપ, વેદજ્ઞાનવાળા તથા પ્રજ્ઞાનુરૂપ ઉપાસનાવાળા પરમાત્મા છે, તેમાં રમણ કરાવવા માટે ઉપાસનારસ તૈયાર કરવો જોઈએ, તે સદા પાપ દોષોનો નિવારક છે. (૨)