Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 65

1875 Mantra
Devata- अग्निः Rishi- बृहदुक्थो वामदेव्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
इ꣣दं꣢ त꣣ ए꣡कं꣢ प꣣र꣡ उ꣢ त꣣ ए꣡कं꣢ तृ꣣ती꣡ये꣢न꣣ ज्यो꣡ति꣢षा꣣ सं꣡ वि꣢शस्व । सं꣣वे꣡श꣢नस्त꣣न्वे꣢३꣱चा꣡रु꣢रेधि प्रि꣣यो꣢ दे꣣वा꣡नां꣢ पर꣣मे꣢ ज꣣नि꣡त्रे꣢ ॥६५॥

इ꣣द꣢म् । ते꣣ । ए꣡क꣢꣯म् । प꣣रः꣢ । उ꣣ । ते । ए꣡क꣢꣯म् । तृ꣣ती꣡ये꣢न । ज्यो꣡ति꣢꣯षा । सम् । वि꣣शस्व । संवे꣡श꣢नः । स꣣म् । वे꣡श꣢꣯नः । त꣡न्वे꣢꣯ । चा꣡रुः꣢꣯ । ए꣣धि । प्रियः꣢ । दे꣣वा꣡ना꣢म् । प꣣रमे꣢ । ज꣣नि꣡त्रे꣢ ॥६५॥

Mantra without Swara
इदं त एकं पर उ त एकं तृतीयेन ज्योतिषा सं विशस्व । संवेशनस्तन्वे३चारुरेधि प्रियो देवानां परमे जनित्रे ॥

इदम् । ते । एकम् । परः । उ । ते । एकम् । तृतीयेन । ज्योतिषा । सम् । विशस्व । संवेशनः । सम् । वेशनः । तन्वे । चारुः । एधि । प्रियः । देवानाम् । परमे । जनित्रे ॥६५॥

Samveda - Mantra Number : 65
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते इदम् एकम्) હે પરમાત્માગ્ને ! આ પૃથિવી પરનો અગ્નિ તારી એક જ્યોતિ છે (परः उ ते एकम) પર-દ્યુલોકના સૂર્યનો અગ્નિ તારી બીજી જ્યોતિ છે (तृतीयेन ज्योतिषा संविशस्व) તારી ત્રીજી જ્યોતિ-અમૃત જ્યોતિ સ્વરુપ છે તેનાથી અમારામાં પ્રવેશ કર. 
       (सवेशनः) અંદર સંવેશ-ગહન પ્રવેશ સમાગમ કરનાર તું (तन्वे) પોતાના શરીર રૂપ - મારા આત્મામાં (चारुः एधि) સારી રીતે છો - રહો. (देवानां प्रियः) તું મુમુક્ષુઓને પ્રિય છો - સ્નેહી છો (परमे जनित्रे) અને હું તારા પરમ ઉત્પાદન આધારમાં સમર્પિત છું. (૩)
Essence
ભાવાર્થ : દ્યૌમાં ઉપર સૂર્ય અને પૃથ્વીમાં નીચે અગ્નિ એ પરમાત્માની બે જ્યોતિઓ છે. એ જ્યોતિઓ તો દિવસ-રાત પ્રાપ્ત થાય છે - કામમાં આવે છે , પરંતુ ત્રીજી જ્યોતિ પરમાત્માની અમૃત સ્વરૂપ જ્યોતિ છે ; તે પોતાની અમર જ્યોતિને પરમાત્મા અમારા આત્માની અંદર દાખલ કરે છે , ત્યારે જ આત્મકલ્યાણ થાય છે. તેમ મુમુક્ષુઓને પ્રિય છે , પરંતુ જ્યારે તેઓ પરમ ઉત્પત્તિ સ્થાન પરમાત્મામાં પોતાનું સમર્પણ કરી દે છે , ત્યારે જ પરમાત્મા પોતાની અમૃતજ્યોતિ પ્રદાન કરે છે. (૩)