Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 649

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
प्र꣣भो꣢꣯ जन꣢꣯स्य वृत्रह꣣न्त्स꣡मर्ये꣢षु ब्रवावहै । शू꣢रो꣣ यो꣢꣫ गोषु꣣ ग꣡च्छ꣢ति꣣ स꣡खा꣢ सु꣣शे꣢वो꣣ अ꣡द्व꣢युः ॥६४९

प्र꣣भो꣢ । प्र꣣ । भो꣢ । ज꣡न꣢꣯स्य । वृ꣣त्रहन् । वृत्र । हन् । स꣢म् । अ꣣र्ये꣡षु꣢ । ब्र꣣वावहै । शू꣡रः꣢꣯ । यः । गो꣡षु꣢꣯ । ग꣡च्छ꣢꣯ति । स꣡खा꣢꣯ । स । खा꣣ । सुशे꣡वः꣢ । सु꣣ । शे꣡वः꣢꣯ । अ꣡द्व꣢꣯युः । अ । द्वयुः꣣ ॥६४९॥

Mantra without Swara
प्रभो जनस्य वृत्रहन्त्समर्येषु ब्रवावहै । शूरो यो गोषु गच्छति सखा सुशेवो अद्वयुः ॥६४९

प्रभो । प्र । भो । जनस्य । वृत्रहन् । वृत्र । हन् । सम् । अर्येषु । ब्रवावहै । शूरः । यः । गोषु । गच्छति । सखा । स । खा । सुशेवः । सु । शेवः । अद्वयुः । अ । द्वयुः ॥६४९॥

Samveda - Mantra Number : 649

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (जनस्य अर्येषु) જનવર્ગ-મનુષ્યોના સ્વામીઓ રાજાઓ શાસકોમાં (वृत्रहन् प्रभो) હે પાપનાશક ! પ્રભુ તું જ અર્ય = રાજા-શાસક છે સર્વથા સ્વામીધર્મ અને પાપવિનાશન પ્રવૃત્તિ તારામાં જ છે, તેથી (सम्ब्रवावहै) તારી સ્તુતિ કરીએ છીએ. (यः) જે (शूरः) પરાક્રમી (सखा) મિત્ર (सुशेवः) સુંદર-શ્રેષ્ઠ સુખદાતા (अद्वयुः) અદ્વિતીય-એકલો (गोषु गच्छति) પૃથિવી આદિ લોકોમાં વ્યાપક ગતિથી પ્રાપ્ત થાય છે. (૯)
Essence
ભાવાર્થ : મનુષ્યવર્ગના રાજાઓ-શાસકોમાં પાપનાશક પ્રભુ તારા જેવો કોઈ નથી. તું તે શાસકોનાં પાપોને તારી કૃપા અને દંડ દ્વારા નષ્ટ કરે છે, તું મિત્ર અને યથાર્થ સુખદાતા છે. પરાક્રમી, અદ્વિતીય, એકલો સમસ્ત પૃથિવી આદિ લોકોમાં વિભુ-વ્યાપક ગતિથી પ્રાપ્ત થઈને શાસન કરી રહ્યો છે. અમે તારી સ્તુતિ કરતાં રહીએ. (૯)