Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 620

1875 Mantra
Devata- पुरुषः Rishi- वामदेवो गौतमः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
ता꣡वा꣢नस्य महि꣣मा꣢꣫ ततो꣣ ज्या꣡या꣢ꣳश्च꣣ पू꣡रु꣢षः । उ꣣ता꣡मृ꣢त꣣त्व꣡स्येशा꣢꣯नो꣣ य꣡दन्ने꣢꣯नाति꣣रो꣡ह꣢ति ॥६२०॥

ता꣡वा꣢꣯न् । अ꣣स्य । महिमा꣢ । त꣡तः꣢꣯ । ज्या꣡या꣢꣯न् । च꣣ । पू꣡रु꣢꣯षः । उ꣣त꣢ । अ꣣मृतत्व꣡स्य꣢ । अ꣣ । मृतत्व꣡स्य꣢ । ई꣡शा꣢꣯नः । यत् । अ꣡न्ने꣢꣯न । अ꣣तिरो꣡ह꣢ति । अ꣣ति । रो꣡ह꣢꣯ति ॥६२०॥

Mantra without Swara
तावानस्य महिमा ततो ज्यायाꣳश्च पूरुषः । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥

तावान् । अस्य । महिमा । ततः । ज्यायान् । च । पूरुषः । उत । अमृतत्वस्य । अ । मृतत्वस्य । ईशानः । यत् । अन्नेन । अतिरोहति । अति । रोहति ॥६२०॥

Samveda - Mantra Number : 620
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तावान् अस्य महिमा) તે એક પાદ માત્ર ઉત્પન્ન અને ઉત્પન્ન થનાર ભૌતિક જગત એ સર્વ પૂર્ણ પુરુષ પરમાત્માનો મહિમા-સ્થૂલ દૃષ્ટિએ મહાન પરિચય કરાવનાર છે. (च) અને (ततः ज्यायान् पूरुषः) તેથી અધિક મહાન પૂર્ણ પુરુષ પરમાત્મા છે (उत) અને તે (अमृतत्वस्य ईशानः) ત્રિપાદરૂપ અમૃત સ્વરૂપનો ઈશ છે-સ્વામી છે. (यत् अन्नेन अतिरोहति) જે કે કર્મફળ ભોગ દ્વારા ભોગનું લક્ષ્ય બનેલ જગતમાં આવીને અતિરોહણ કરે છે-મોક્ષની તરફ જાય છે. તે જીવ વર્ગનો પણ સ્વામી છે. (૬)
 
Essence
ભાવાર્થ : આ જેટલું પણ ભૌતિક જગત છે, જે જે ઉત્પન્ન થયેલું અને ઉત્પન્ન થનાર છે, તે સર્વ પૂર્ણ પુરુષ પરમાત્માનો મહિમા માત્ર છે. પુરુષ પરમાત્મા તો તેથી મહાન છે. તે અમૃતત્વનો સ્વામી છે અને જે કર્મફળ ભોગના લક્ષ્યથી આવીને પુનઃ મોક્ષની તરફ પણ અતિરોહણ કરે છે; તે જીવવર્ગનો પણ સ્વામી છે, તે એવા મહાન પુરુષનું શરણ લેવું કલ્યાણકર છે. (૬)