Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 62

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
स꣡खा꣢यस्त्वा ववृमहे दे꣣वं꣡ मर्ता꣢꣯स ऊ꣣त꣡ये꣢ । अ꣣पां꣡ नपा꣢꣯तꣳ सु꣣भ꣡ग꣢ꣳ सु꣣द꣡ꣳस꣢सꣳ सु꣣प्र꣡तू꣢र्तिमने꣣ह꣡स꣢म् ॥६२॥

स꣡खा꣢꣯यः । स꣢ । खा꣣यः । त्वा । ववृमहे । देवम्꣢ । म꣡र्ता꣢꣯सः । ऊ꣣त꣡ये꣢ । अ꣣पा꣢म् । न꣣पा꣢꣯तम् । सु꣣भ꣡ग꣢म् । सु꣣ । भ꣡ग꣢꣯म् । सु꣣दँ꣡ऽस꣢सम् । सु꣣ । दँ꣡स꣢꣯सम् । सु꣣प्र꣡तू꣢र्तिम् । सु꣣ । प्र꣡तू꣢꣯र्त्तिम् । अ꣣नेह꣡स꣢म् । अ꣣न् । एह꣡स꣢म् ॥६२॥

Mantra without Swara
सखायस्त्वा ववृमहे देवं मर्तास ऊतये । अपां नपातꣳ सुभगꣳ सुदꣳससꣳ सुप्रतूर्तिमनेहसम् ॥

सखायः । स । खायः । त्वा । ववृमहे । देवम् । मर्तासः । ऊतये । अपाम् । नपातम् । सुभगम् । सु । भगम् । सुदँऽससम् । सु । दँससम् । सुप्रतूर्तिम् । सु । प्रतूर्त्तिम् । अनेहसम् । अन् । एहसम् ॥६२॥

Samveda - Mantra Number : 62
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सखायः मर्तासः) હે પરમાત્મન્ ! તારા મિત્ર - તારી મિત્રતા ચાહનાર તથા જેને તું મિત્ર બનાવી લે છે એવા અમે ઉપાસકજનો (ऊतये) રક્ષા માટે (अपां नपातम्) પ્રાણનું પતન- પાડનાર નહિ પરંતુ વધારનાર (सुभगम्) શ્રેષ્ઠ ઐશ્વર્ય  મોક્ષની નિમિત્તભૂત (सुदंससम्) યથાર્થ સૃષ્ટિ રચના રૂપ અને જીવોને કર્મફળ પ્રદાન રૂપ કર્મોવાળા (सुप्रतूर्तिम्) શ્રેષ્ઠ સંવત્સર - જીવનકાળના હેતુભૂત એવા (अनेहसम्) ક્રોધ રહિત તેમજ દયાળુ (त्वा देवम्) તારો - પરમાત્મા દેવનો (ववृमहे) સ્વીકાર કરીએ છીએ. (૮)
Essence
ભાવાર્થ : પરમાત્મા અમારો મિત્ર છે તે પણ અમને - ઉપાસકોને મિત્ર માને છે , તેથી સંસારમાં અને મોક્ષમાં પણ રક્ષણ પ્રાપ્ત થાય છે. તે અમારા પ્રાણોને ગતિ આપનાર , દીર્ઘ જીવન આપનાર અને અમૃતપ્રાણ પણ આપનાર છે , શ્રેષ્ઠ સુખ ઐશ્વર્યને ભોગાવનાર જીવનકાળને સુંદર પ્રવાહિત કરનાર પૂર્ણ દયાળુ છે. જીવનની પ્રત્યેક ક્ષણમાં અમે તેને અપનાવીએ-અપનાવતા રહીએ. (૮)