Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 617

1875 Mantra
Devata- पुरुषः Rishi- नारायणः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
स꣣ह꣡स्र꣢शीर्षाः꣣ पु꣡रु꣢षः सहस्रा꣣क्षः꣢ स꣣ह꣡स्र꣢पात् । स꣢꣯ भूमि꣢꣯ꣳ स꣣र्व꣡तो꣢ वृ꣣त्वा꣡त्य꣢तिष्ठद्द꣣शाङ्गुल꣢म् ॥६१७॥

स꣣ह꣡स्र꣢शीर्षाः । स꣣ह꣡स्र꣢ । शी꣣र्षाः । पु꣡रु꣢꣯षः । स꣣हस्राक्षः꣢ । स꣣हस्र । अक्षः꣢ । स꣣ह꣡स्र꣢पात् । स꣣ह꣡स्र꣢ । पा꣣त् । सः꣢ । भू꣡मि꣢꣯म् । स꣣र्व꣡तः꣢ । वृ꣣त्वा꣢ । अ꣡ति꣢꣯ । अ꣣तिष्ठत् । दशाङ्गुल꣢म् । द꣣श । अङ्गुल꣢म् ॥६१७॥

Mantra without Swara
सहस्रशीर्षाः पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमिꣳ सर्वतो वृत्वात्यतिष्ठद्दशाङ्गुलम् ॥

सहस्रशीर्षाः । सहस्र । शीर्षाः । पुरुषः । सहस्राक्षः । सहस्र । अक्षः । सहस्रपात् । सहस्र । पात् । सः । भूमिम् । सर्वतः । वृत्वा । अति । अतिष्ठत् । दशाङ्गुलम् । दश । अङ्गुलम् ॥६१७॥

Samveda - Mantra Number : 617
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सहस्रशीर्षा) અસંખ્ય શિરવાળા અનંત જ્ઞાન શક્તિમાન (सहस्राक्षः) અસંખ્ય નેત્રોવાળા અનંત દર્શન શક્તિમાન (सहस्रपात्) અસંખ્ય પગોવાળા અનંત ગતિ શક્તિમાન (पुरुषः) સૃષ્ટિમાં પૂર્ણ પુરુષ પરમાત્મા છે (सः) તે (भूमिं सर्वतः) ભુવન-જગતને સર્વત્રથી ઘેરીને-વ્યાપ્ત થઈને (दशाङ्गुलम् अत्यतिष्ठत्) દશાંગુલ પરિમાણવાળા-દશ આંગળીના સંકેતથી પાંચ સ્થૂલભૂત પાંચ સૂક્ષ્મભૂત અથવા દશ આંગળીનો સંપુટ-બન્ને હાથોની મુઠ્ઠીમાં વશ કરેલ બ્રહ્માંડ ગોળને અતિક્રમણ કરીને તેનાથી પણ બહાર અનન્ત રૂપથી રહેલ છે. પરમાત્મન્ ! તું આકાશથી પણ પાર છે. (૩)
 
Essence
ભાવાર્થ : સમસ્ત જગતના રચયિતા પરમ પુરુષ પરમાત્મા આ જગતની અંદર પૂર્ણ થઈને અનન્તજ્ઞાન, શક્તિમાન, અનન્ત દર્શન શક્તિમાન, અનન્ત ગતિ શક્તિમાન છે, જગતના સર્વ પદાર્થો તેના જ્ઞાનમાં છે. સર્વ જીવોના કર્મનો જ્ઞાતા છે. સર્વ તેની દ્રષ્ટિમાં છે-દષ્ટા છે. સર્વને ગતિ પ્રદાન કરે છે. સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. સર્વ જગત તેની સામે સીમિત છે કારણ કે તે બહાર પણ અનન્ત છે. તેનું શરણ પરમ કલ્યાણપ્રદ છે. (૩)