Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 616

1875 Mantra
Devata- अग्निः Rishi- वामदेवो गौतमः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
व꣣स꣡न्त इन्नु रन्त्यो꣢꣯ ग्री꣣ष्म꣡ इन्नु रन्त्यः꣢꣯ । व꣣र्षा꣡ण्यनु꣢꣯ श꣣र꣡दो꣢ हेम꣣न्तः꣡ शिशि꣢꣯र꣣ इन्नु꣡ रन्त्यः꣢꣯ ॥६१६

व꣣सन्तः꣢ । इत् । नु । र꣡न्त्यः꣢꣯ । ग्री꣣ष्मः꣢ । इत् । नु । र꣡न्त्यः꣢꣯ । व꣣र्षा꣡णि꣢ । अ꣡नु꣢꣯ । श꣣र꣡दः꣢ । हे꣣मन्तः꣢ । शि꣡शि꣢꣯रः । इत् । र꣡न्त्यः꣢꣯ ॥६१६॥

Mantra without Swara
वसन्त इन्नु रन्त्यो ग्रीष्म इन्नु रन्त्यः । वर्षाण्यनु शरदो हेमन्तः शिशिर इन्नु रन्त्यः ॥६१६

वसन्तः । इत् । नु । रन्त्यः । ग्रीष्मः । इत् । नु । रन्त्यः । वर्षाणि । अनु । शरदः । हेमन्तः । शिशिरः । इत् । रन्त्यः ॥६१६॥

Samveda - Mantra Number : 616
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वसन्त इत् नु रन्त्यः) હે પ્રકાશ સ્વરૂપ અગ્રણી પરમાત્મન્ ! મારો પ્રાણ (પ્રાણ - વસંત) હાં, શીઘ્ર શીઘ્ર વારંવાર પ્રાણાયામ આદિ દ્વારા તારામાં રમણ કરવા યોગ્ય બને (ग्रीष्मः इत् नु रन्त्यः) [વાગ્રીષ્મઃ] મારી વાક્-વાણી હાં, શીઘ્ર શીઘ્ર-વારંવાર સ્તુતિ દ્વારા તારામાં રમણ કરનારી બને (वर्षाणि अनु) [ચક્ષુર્વષાઃ] સાથે જ મારી આંખ હાં, શીઘ્ર શીઘ્ર-વારંવાર તારા દર્શનની ઉત્સુક્તા તારા રચેલા જગતમાં તારી કળાને નિહાળી નિહાળીને તારા પાઠ-ભણીને તારામાં રમણ કરવા યોગ્ય બને (शरदः) [શ્રોત્રં શરદ:] મારા કાન હાં, શીઘ્ર શીઘ્ર-વારંવાર તારા સંબંધમાં શ્રવણ દ્વારા તારામાં રમણ કરવા યોગ્ય બને (हेमन्तः) [મનો હેમન્તઃ] મારું મન હાં, શીઘ્ર શીઘ્ર-વારંવાર તારા મનન ચિંતન દ્વારા તારામાં રમણ કરવા યોગ્ય બને (शिशिरः इत् नु रन्त्यः) [શિશિર પ્રતિષ્ઠાનમ્] મારું પ્રતિષ્ઠાન-નાભિ નીચેનું અંગ શીઘ્ર શીઘ્ર-વારંવાર આસન, સદાચરણ દ્વારા તારામાં રમણ કરનાર બને. (૨)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! મારો પ્રાણ પ્રાણાયામ દ્વારા, મારું મન મનન દ્વારા, મારા કાન તારા શ્રવણ દ્વારા, મારી આંખ તારા દર્શન અને પ્રત્યેક વસ્તુમાં તારું પ્રતિબિંબ નિહાળે, તારો પાઠ ભણીને મારી વાણી તારી સ્તુતિ, ગુણગાન કરે. તથા નાભિથી નીચેના ભાગ આસન અને સદાચરણ દ્વારા તારામાં સદા વારંવાર સમર્પણ કરવા યોગ્ય બની રહે. (૨)