Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 61

1875 Mantra
Devata- अग्निः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
त्व꣡म꣢ग्ने गृ꣣ह꣡प꣢ति꣣स्त्व꣡ꣳ होता꣢꣯ नो अध्व꣣रे꣢ । त्वं꣡ पोता꣢꣯ विश्ववार꣣ प्र꣡चे꣢ता꣣ य꣢क्षि꣣ या꣡सि꣢ च꣣ वा꣡र्य꣢म् ॥६१॥

त्व꣢म् । अ꣣ग्ने । गृह꣡प꣢तिः । गृ꣣ह꣢ । प꣣तिः । त्व꣢म् । हो꣡ता꣢꣯ । नः꣢ । अध्वरे꣢ । त्वम् । पो꣡ता꣢꣯ । वि꣣श्ववार । विश्व । वार । प्र꣡चे꣢꣯ताः । प्र । चे꣣ताः । य꣡क्षि꣢꣯ । या꣡सि꣢꣯ । च꣣ । वा꣡र्य꣢꣯म् ॥६१॥

Mantra without Swara
त्वमग्ने गृहपतिस्त्वꣳ होता नो अध्वरे । त्वं पोता विश्ववार प्रचेता यक्षि यासि च वार्यम् ॥

त्वम् । अग्ने । गृहपतिः । गृह । पतिः । त्वम् । होता । नः । अध्वरे । त्वम् । पोता । विश्ववार । विश्व । वार । प्रचेताः । प्र । चेताः । यक्षि । यासि । च । वार्यम् ॥६१॥

Samveda - Mantra Number : 61
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विश्ववार अग्ने) હે સર્વને વર્ણ સ્વીકાર કરવા યોગ્ય પરમાત્મન્ ! (त्वं गृहपतिः) તું મારા હૃદયગૃહનો સ્વામી છે. (नः अध्वरे) અમારા અધ્યાત્મયજ્ઞમાં (त्वं होता)  તું હોતા નામનો ઋગ્વેદી- ઋગ્વેદપાઠી,(त्वं पोता) તું શોધન કરનાર - ઉદ્ગાતા - સામવેદ પાઠી , (प्रचेता) પ્રકૃષ્ટ ચેતનાવાળો બ્રહ્મા , (वार्यम् यक्षि यासि च) અને તું હૃદયના ભાવ રૂપ શ્રેષ્ઠ હવિનો યજ્ઞ કરતો અધ્વર્યુ - યજુર્વેદ પાઠી બનીને અમૃત ફળ પ્રાપ્ત કરાવ. (૭)
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! જો કે હું મારા હૃદયરૂપી ઘરનો સ્વામી છું , પરંતુ પરમાત્મન્ ! ત્યાં તું રક્ષક બનીને આવવાને કારણે ખરેખર તું જ સ્વામી , કારણ કે મેં મારી જાતને તને સમર્પિત કરી દીધી છે ; તેથી તું જ સ્વામી અને હું અધ્યાત્મયજ્ઞમાં લાગેલો છું . તું જ એને સંપન્ન કર , તું જ તેનો હોતો , તું જ પોતા - ઉદ્ગાતા , તું જ અધ્વર્યુ અને તું જ બ્રહ્મા તું જ અઘ્વર્યુ. બાહ્ય હોતા વગેરે મારે ન જોઈએ , તું સર્વના વરવા યોગ્ય - સત્કાર કરવા યોગ્ય અમૃત પ્રસાદને પ્રદાન કર. (૭)