Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 608

1875 Mantra
Devata- रात्रिः Rishi- वामदेवो गौतमः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
आ꣡ प्रागा꣢꣯द्भ꣣द्रा꣡ यु꣢व꣣ति꣡रह्नः꣢꣯ के꣣तू꣡न्त्समी꣢꣯र्त्सति । अ꣡भू꣢द्भ꣣द्रा꣡ नि꣣वे꣡श꣢नी꣣ वि꣡श्व꣢स्य꣣ ज꣡ग꣢तो꣣ रा꣡त्री꣢ ॥६०८

आ꣢ । प्र । आ । अ꣣गात् । भद्रा꣢ । यु꣣वतिः । अ꣡ह्नः꣢꣯ । अ । ह्नः꣣ । केतू꣢न् । सम् । ई꣣र्त्सति । अ꣡भू꣢꣯त् । भ꣣द्रा꣢ । नि꣣वे꣡श꣢नी । नि꣣ । वे꣡श꣢꣯नी । वि꣡श्व꣢꣯स्य । ज꣡ग꣢꣯तः । रा꣡त्री꣢꣯ ॥६०८॥

Mantra without Swara
आ प्रागाद्भद्रा युवतिरह्नः केतून्त्समीर्त्सति । अभूद्भद्रा निवेशनी विश्वस्य जगतो रात्री ॥६०८

आ । प्र । आ । अगात् । भद्रा । युवतिः । अह्नः । अ । ह्नः । केतून् । सम् । ईर्त्सति । अभूत् । भद्रा । निवेशनी । नि । वेशनी । विश्वस्य । जगतः । रात्री ॥६०८॥

Samveda - Mantra Number : 608
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (रात्री) ઉપાસકોને રમણ કરાવનારી અથવા આનંદ આપનારી પરમાત્માની શ્રી-આશ્રયરૂપ છાયા રક્ષા; (भद्रा) કલ્યાણરૂપા-કલ્યાણકારિણી (युवतिः) દુઃખ બંધનથી અલગ થવા મોક્ષાનંદને મેળવનારી (अह्नः केतून्) અંધકારનો નાશ કરનાર જ્ઞાનાનંદનો ઉપહાર આપનાર પ્રેરક પરમાત્માના પ્રજ્ઞાનોબોધ પ્રેરણાઓ અર્થાત્ ઝાંખીઓને (समीर्त्सति) સમૃદ્ધ કરે છે. (भद्रा) તે કલ્યાણરૂપા (विश्वस्य जगतः) સમસ્ત ઉપાસક અથવા મનુષ્ય માત્રની (निवेशनी अभूत्) પોતાનામાં નિર્દેશ-આશ્રય આપનારી છે. (૭)
 
Essence
ભાવાર્થ : ઉપાસકોને રમણ કરાવનારી અથવા આનંદ આપનારી પરમાત્માની શ્રી-આશ્રયરૂપા છાયા રક્ષા, કલ્યાણકારી, દુઃખબંધનથી અલગ કરીને તથા સુખ મોક્ષાનંદને મેળવી આપનારી, અજ્ઞાન-અંધકારને નષ્ટ કરીને, જ્ઞાનાનંદનો ઉપહાર આપનાર પ્રેરક પરમાત્માના પ્રજ્ઞાન-બોધ સંકેતોને અથવા ઝાંખીઓની સમૃદ્ધિ કરે છે. પરમાત્મા તરફ ગતિ કરનાર મનુષ્ય માત્રને આશ્રય આપનારી છે. (૭)