Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 599

1875 Mantra
Devata- विश्वे देवाः Rishi- प्रथो वासिष्ठः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
प्र꣡थ꣢श्च꣣ य꣡स्य꣢ स꣣प्र꣡थ꣢श्च꣣ ना꣡मानु꣢꣯ष्टुभस्य ह꣣वि꣡षो꣢ ह꣣वि꣢र्यत् । धा꣣तु꣡र्द्युता꣢꣯नात्सवि꣣तु꣢श्च꣣ वि꣡ष्णो꣢ रथन्त꣣र꣡मा ज꣢꣯भारा꣣ व꣡सि꣢ष्ठः ॥५९९॥

प्र꣡थः꣢꣯ । च꣣ । य꣡स्य꣢꣯ । स꣣प्र꣡थः꣢ । स꣣ । प्र꣡थः꣢꣯ । च꣣ । ना꣡म꣢꣯ । आ꣡नु꣢꣯ष्टुभस्य । आ꣡नु꣢꣯ । स्तु꣣भस्य । हवि꣡षः꣢ । ह꣣विः꣢ । यत् । धा꣣तुः꣢ । द्यु꣡ता꣢꣯नात् । स꣣वितुः꣢ । च꣣ । वि꣡ष्णोः꣢꣯ । र꣣थन्तर꣢म् । र꣣थम् । तर꣢म् । आ । ज꣣भार । व꣡सि꣢꣯ष्ठः ॥५९९॥

Mantra without Swara
प्रथश्च यस्य सप्रथश्च नामानुष्टुभस्य हविषो हविर्यत् । धातुर्द्युतानात्सवितुश्च विष्णो रथन्तरमा जभारा वसिष्ठः ॥

प्रथः । च । यस्य । सप्रथः । स । प्रथः । च । नाम । आनुष्टुभस्य । आनु । स्तुभस्य । हविषः । हविः । यत् । धातुः । द्युतानात् । सवितुः । च । विष्णोः । रथन्तरम् । रथम् । तरम् । आ । जभार । वसिष्ठः ॥५९९॥

Samveda - Mantra Number : 599
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आनुष्टुभस्य) અનુષ્ટુભ-અનુક્રમથી કરેલ અર્ચન સ્તવન દ્વારા સિદ્ધ થનાર (धातुः) વિધાતા, (सवितुः) પ્રેરક (विष्णोः) વ્યાપક પરમાત્માના (यत् हविषः हविः) જો કે અનેક ઉપહારોમાં ઉપહાર (रथन्तरम्)  અત્યંત રમણીય અથવા અત્યંત રસરૂપ અમૃતાનંદ છે (द्युतानात्) પ્રકાશમય મોક્ષધામથી (वसिष्ठः) પરમાત્મામાં અત્યંત વસનાર ઉપાસક (आजहार) લઈ આવે છે (यस्य) જે વસિષ્ઠ ઉપાસક આત્માના (प्रथः च सप्रथः च नाम) પ્રથ = પ્રખ્યાત ગુણ, જ્ઞાન, વૈરાગ્ય અને સપ્રથ = પ્રખ્યાત સહકારી કર્મ, યત્ન અભ્યાસ નમાવનાર સાધન છે. (૫)
 
Essence
ભાવાર્થ : નિરંતર ઉપાસના, સ્તુતિથી સિદ્ધ-અનુભૂત-અનુકૂળ થનાર વિધાતા કર્મફળ પ્રદાતા, પ્રેરક, વિભુ પરમાત્માના જે ઉપહારોમાં શ્રેષ્ઠ ઉપહાર અત્યંત રમણીય અત્યંત રસરૂપ અમૃત આનંદ છે, તેને મોક્ષધામથી પરમાત્મામાં અત્યંત વસનાર ઉપાસક જ્ઞાનમય વૈરાગ્ય અને યોગરૂપ અભ્યાસ દ્વારા પોતાની અંદર લઈ આવે છે, એ બન્ને ઉપાસક તરફ નમાવવાના-ઝુકાવવાના સાધનો છે. (૫)