Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 586

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
इ꣢न्द्र꣣ ज्ये꣡ष्ठं꣢ न꣣ आ꣡ भ꣢र꣣ ओ꣡जि꣢ष्ठं꣣ पु꣡पु꣢रि꣣ श्र꣡वः꣢ । य꣡द्दिधृ꣢꣯क्षेम वज्रहस्त꣣ रो꣡द꣢सी꣣ उ꣢꣯भे सु꣢꣯शिप्र पप्राः ॥५८६॥

इ꣡न्द्र꣢꣯ । ज्ये꣡ष्ठ꣢म् । नः꣣ । आ꣢ । भ꣣र । ओ꣡जि꣢꣯ष्ठम् । पु꣡पु꣢꣯रि । श्र꣡वः꣢꣯ । यत् । दि꣡धृ꣢꣯क्षेम । व꣣ज्रहस्त । वज्र । हस्त । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ । उ꣣भे꣡इति꣢ । सु꣣शिप्र । सु । शिप्र । पप्राः ॥५८६॥

Mantra without Swara
इन्द्र ज्येष्ठं न आ भर ओजिष्ठं पुपुरि श्रवः । यद्दिधृक्षेम वज्रहस्त रोदसी उभे सुशिप्र पप्राः ॥

इन्द्र । ज्येष्ठम् । नः । आ । भर । ओजिष्ठम् । पुपुरि । श्रवः । यत् । दिधृक्षेम । वज्रहस्त । वज्र । हस्त । रोदसीइति । उभेइति । सुशिप्र । सु । शिप्र । पप्राः ॥५८६॥

Samveda - Mantra Number : 586
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रहस्त इन्द्र) હે ઓજરૂપ હસ્તવાળા-પાપહનન સાધનવાળા ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (नः) અમારે માટે (ज्येष्ठम्) સર્વ મહાન (ओजिष्ठम्) અત્યંત આત્મબળયુક્ત-શ્રેષ્ઠ આધ્યાત્મિક (श्रवः) અને આનંદભોગને (आभर) આભરિત કર-પ્રદાન કર (यत्) જેને (दिधृक्षेम) અમે ધારણ કરવા ચાહીએ છીએ (सुशिप्र) હે વ્યાપન ગતિવાળા તું (उभे रोदसी) દ્યુલોક અને પૃથિવીલોક બન્નેને (पप्राः) પોતાની વ્યાપકતાથી ધારણ કરેલ છે-ભરેલ છે, તેથી અમારી અંદર તારો આનંદભોગ ભરી દે. (૧)
 
Essence
ભાવાર્થ : હે ઓજરૂપ પાપહનન સાધનવાળા ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું અમારે માટે સર્વ મહાન-સર્વોત્તમ અત્યંત ઓજપૂર્ણ તૃપ્તિકારક આનંદભોગને પ્રદાન કર, જેને અમે ધારણ કરવા ચાહીએ છીએ.
               હે સુંદર વ્યાપનગતિવાળા તું ઉપર નીચેના બન્ને દ્યુલોક અને પૃથિવીલોકને પોતાની વ્યાપકતાથી પૂર્ણ કરી રહ્યો છે-ભરે છે, તેથી અમારી અંદર પણ શ્રેષ્ઠ આનંદભોગને ભરી દે. (૧)