Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 585

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- ऋजिश्वा भारद्वाजः Chhand- ककुप् Swara- मध्यमः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
य꣢ उ꣣स्रि꣢या꣣ अ꣢पि꣣ या꣢ अ꣣न्त꣡रश्म꣢꣯नि꣣ नि꣡र्गा अकृ꣢꣯न्त꣣दो꣡ज꣢सा । अ꣣भि꣢ व्र꣣जं꣡ त꣢त्निषे꣣ ग꣢व्य꣣म꣡श्व्यं꣢ व꣣र्मी꣡व꣢ धृष्ण꣣वा꣡ रु꣢ज । ओ꣡३म् व꣣र्मी꣡व꣢ धृष्ण꣣वा꣡ रु꣢ज ॥५८५॥

यः꣢ । उ꣣स्रि꣡याः꣢ । उ꣣ । स्रि꣡याः꣢꣯ । अ꣡पि꣢꣯ । याः । अ꣣न्तः꣢ । अ꣡श्म꣢꣯नि । निः । गाः । अ꣡कृ꣢꣯न्तत् । ओ꣡ज꣢꣯सा । अ꣢भि꣣ । व्र꣣ज꣢म् । त꣣त्निषे । ग꣡व्य꣢꣯म् । अ꣡श्व्य꣢꣯म् । व꣣र्मी꣢ । इ꣣व । धृष्णो । आ꣢ । रु꣣ज । ओ꣢३म् । व꣣र्मी꣡व꣢धृष्ण꣣वा꣡रु꣢ज ॥५८५॥

Mantra without Swara
य उस्रिया अपि या अन्तरश्मनि निर्गा अकृन्तदोजसा । अभि व्रजं तत्निषे गव्यमश्व्यं वर्मीव धृष्णवा रुज । ओ३म् वर्मीव धृष्णवा रुज ॥

यः । उस्रियाः । उ । स्रियाः । अपि । याः । अन्तः । अश्मनि । निः । गाः । अकृन्तत् । ओजसा । अभि । व्रजम् । तत्निषे । गव्यम् । अश्व्यम् । वर्मी । इव । धृष्णो । आ । रुज । ओ३म् । वर्मीवधृष्णवारुज ॥५८५॥

Samveda - Mantra Number : 585
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यः) જે સોમ શાન્ત સ્વરૂપ પરમાત્મા (उस्रियाः) કિરણોમાં-પ્રકાશ ધારાઓમાં (अपि याः) અન્તરિક્ષમાં વિચરણ કરનારી દ્રવધારાઓમાં (अश्मनि अन्तः) સ્થિર પૃથિવી સ્થાનોમાં (ओजसा) આત્મ પ્રભાવથી (गाः) ગતિવિધિઓને (निः अकृन्तत्) નિષ્પાદિત કરે છે—પ્રકટ કરે છે. (धृष्णो) હે ધર્ષણશીલ (गव्यम् अश्व्यं व्रजम् अभितत्निषे) અમારી ઇન્દ્રિયો સંબંધી તથા વ્યાપન ગતિવાળા મન સંબંધી વ્રજગતિ સ્થાનને વિકસિત કરે છે. (वर्मी इव आरुज) વિપરીત ઇન્દ્રિયવૃત્તિને તથા વિપરીત મનોવૃત્તિને કવચી-કવચધારીની સમાન નષ્ટ કરી દે. (ओ३म्) હે ઓમ્ ઇષ્ટદેવ સોમ-શાન્ત સ્વરૂપ ધર્ષણશીલ પરમાત્મન્ ! તું વિપરીત ઇન્દ્રિયવૃત્તિ અને વિપરીત મનોવૃત્તિને નષ્ટ કરી દે. (૮)
 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મા સૂર્યરશ્મિ સંબંધી દ્રવણશીલ તત્ત્વોમાં અને પૃથિવી સંબંધી ધૃતિસ્તરોમાં પોતાની ગતિ વિધિઓને પ્રદર્શિત કરે છે અને તે તું પરમાત્મન્ ! અમારા ઇન્દ્રિય વિષયક ગતિ સ્થાન અને મન વિષયક વિચાર સંસ્થાનની વિપરીત સંકલ્પ વિકસિત અને ઉત્કૃષ્ટ કર. હે ધર્ષણશીલ પરમાત્મન્ ! (ધર્ષણ = પરાજય) કવચધારી રક્ષકની સમાન તારા બળથી નષ્ટ કરી દે.
હે ओ३म् સોમ પરમાત્મન્ ! તું અવશ્ય વિપરીત ભોગ અને વિપરીત સંકલ્પથી અમારી રક્ષા કર , અમને તારું શરણ પ્રદાન કર , અમારો રક્ષક બન-બની જા. (૮)