Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 561

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- वेनो भार्गवः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
इ꣡न्द्रा꣢य सोम꣣ सु꣡षु꣢तः꣣ प꣡रि꣢ स्र꣣वा꣡पामी꣢꣯वा भवतु꣣ र꣡क्ष꣢सा स꣣ह꣢ । मा꣢ ते꣣ र꣡स꣢स्य मत्सत द्वया꣣वि꣢नो꣣ द्र꣡वि꣢णस्वन्त इ꣣ह꣢ स꣣न्त्वि꣡न्द꣢वः ॥५६१॥

इ꣡न्द्रा꣢꣯य । सो꣣म । सु꣡षु꣢꣯तः । सु । सु꣣तः । प꣡रि꣢꣯ । स्र꣣व । अ꣡प꣢꣯ । अ꣡मी꣢꣯वा । भ꣣वतु । र꣡क्ष꣢꣯सा । स꣣ह꣢ । मा꣢ । ते꣣ । र꣡स꣢꣯स्य । म꣣त्सत । द्वयावि꣡नः꣢ । द्र꣡वि꣢꣯णस्वन्तः । इ꣣ह꣢ । स꣣न्तु । इ꣡न्द꣢꣯वः ॥५६१॥

Mantra without Swara
इन्द्राय सोम सुषुतः परि स्रवापामीवा भवतु रक्षसा सह । मा ते रसस्य मत्सत द्वयाविनो द्रविणस्वन्त इह सन्त्विन्दवः ॥

इन्द्राय । सोम । सुषुतः । सु । सुतः । परि । स्रव । अप । अमीवा । भवतु । रक्षसा । सह । मा । ते । रसस्य । मत्सत । द्वयाविनः । द्रविणस्वन्तः । इह । सन्तु । इन्दवः ॥५६१॥

Samveda - Mantra Number : 561
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (इन्द्राय) આત્માને માટે (सुषुतः) સારી રીતે નિષ્પન્નસાક્ષાત્ બનીને (परिस्रव) આનંદરૂપમાં સ્રવિત થા (रक्षसा सह अमीवा अपभवतु) મોહ, શોક, માનવદોષને સહિત રોગી કરનાર કામવાસના આદિ માનસ રોગ દૂર થાય (ते रसस्य) તારા અધ્યાત્મરસના અંશના (द्वयाविनः) બે વૃત્તિવાળાઓ અંદર જુદું અને બહાર જુદું એવા બે રૂપોવાળા કપટીજન (मा मत्सत) આનંદ લઈ શકતા નથી, તેથી દ્વિધા ન રાખીએ-માયાવી, કપટી ન બનીએ (इह इन्दवः द्रविणस्वन्तः सन्तु) આ જીવનમાં રસવાન પરમાત્મા અધ્યાત્મબળવાળા અધ્યાત્મબળપ્રદ બને.
 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું ઉપાસક આત્માને માટે સાક્ષાત્ થઈને આનંદ રૂપમાં સ્રવિત થા, મોહ, શોક આદિ માનસદોષની સાથે રોગી બનાવનાર કામવાસના આદિ માનસરોગ દૂર થાય, તારા અધ્યાત્મરસનો અંશ પણ અંદર જુદું, બહાર જુદું એવી દ્વિધાવૃત્તિવાળા માયાવી કપટીજન આનંદ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી અમે કપટ-છળ રહિત બનીને નિરંતર સાક્ષાત્ કરીએ. (૮)