Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 536

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प्र꣡ हि꣢न्वा꣣नो꣡ ज꣢नि꣣ता꣡ रोद꣢꣯स्यो꣣ र꣢थो꣣ न꣡ वाज꣢꣯ꣳ सनि꣣ष꣡न्न꣢यासीत् । इ꣢न्द्रं꣣ ग꣢च्छ꣣न्ना꣡यु꣢धा स꣣ꣳशि꣡शा꣢नो꣣ वि꣢श्वा꣣ व꣢सु꣣ ह꣡स्त꣢योरा꣣द꣡धा꣢नः ॥५३६॥

प्र꣢ । हि꣣न्वानः꣢ । ज꣣निता꣢ । रो꣡द꣢꣯स्योः । र꣡थः꣢꣯ । न । वा꣡ज꣢꣯म् । स꣣निष꣢न् । अ꣣यासीत् । इ꣡न्द्र꣢꣯म् । ग꣡च्छ꣢꣯न् । आ꣡यु꣢꣯धा । सँ꣣शि꣡शा꣢नः । स꣣म् । शि꣡शा꣢꣯नः । वि꣡श्वा꣢꣯ । व꣡सु꣢꣯ । ह꣡स्त꣢꣯योः । आ꣣द꣡धा꣢नः । आ꣣ । द꣡धा꣢꣯नः ॥५३६॥

Mantra without Swara
प्र हिन्वानो जनिता रोदस्यो रथो न वाजꣳ सनिषन्नयासीत् । इन्द्रं गच्छन्नायुधा सꣳशिशानो विश्वा वसु हस्तयोरादधानः ॥

प्र । हिन्वानः । जनिता । रोदस्योः । रथः । न । वाजम् । सनिषन् । अयासीत् । इन्द्रम् । गच्छन् । आयुधा । सँशिशानः । सम् । शिशानः । विश्वा । वसु । हस्तयोः । आदधानः । आ । दधानः ॥५३६॥

Samveda - Mantra Number : 536
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रहिन्वानः) ઉપાસક દ્વારા પ્રાર્થનામાં આવેલ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા (रोदस्योः जनिता) દ્યાવા પૃથિવીમય જગતના ઉત્પાદક (वाजं सनिषन्) ઉપાસકને માટે અમૃત અન્નભોગને આપવાની ઇચ્છાથી (रथः न अयासीत्) રથની સમાન ગતિ કરતો આવે છે (इन्द्रं गच्छन्) ઉપાસક આત્માની પ્રતિ પ્રાપ્ત થાય છે (आयुधा संशिशानः) ઉપાસકનાં યોગાભ્યાસ રૂપ આયુધો-શસ્ત્રોને જેના દ્વારા કામ આદિનું શમન થાય છે તેને તીક્ષ્ણ કરીને (विश्वावसु) સમસ્ત વસાવનાર સાધનોને (हस्तयोः आदधानः) જાણે કે હંસાવવાહર્ષાવવાવાળા દયા અને પ્રસાદરૂપ હાથોમાં લઈને પ્રાપ્ત થાય છે. (૪)
Essence
ભાવાર્થ : દ્યુલોકથી પૃથિવીલોક સુધી સમસ્ત જગતના ઉત્પાદક શાન્ત સ્વરૂપ પરમાત્મા ઉપાસક દ્વારા પ્રાર્થના કરેલ તેને અમૃત અન્નભોગ આપવા ઇચ્છાથી, તેનાથી ભરેલી રથની સમાન ઉપાસકને પ્રાપ્ત થાય છે, કામ, ક્રોધનાશક તેના યોગાભ્યાસ રૂપી શસ્ત્રોને તીક્ષ્ણ કરીને તથા સમસ્ત વસાવનાર સાધનોને પોતાની દયા અને પ્રસાદ રૂપ હાથોમાં લઈને પ્રાપ્ત થાય છે. (૪)