Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 464

1875 Mantra
Devata- सविता Rishi- नकुलः Chhand- अत्यष्टिः Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣भि꣢꣫ त्यं दे꣣व꣡ꣳ स꣢वि꣣ता꣡र꣢मो꣣꣬ण्योः꣢꣯ क꣣वि꣡क्र꣢तु꣣मर्चा꣡मि꣢ स꣣त्य꣡स꣢वꣳ रत्न꣣धा꣢म꣣भि꣢ प्रि꣣यं꣢ म꣣ति꣢म् ऊ꣣र्ध्वा꣢꣫ यस्या꣣म꣢ति꣣र्भा꣡ अदि꣢꣯द्युत꣣त्स꣡वी꣢मनि꣣ हि꣡र꣢ण्यपाणिरमिमीत सु꣣क्र꣡तुः꣢ कृ꣣पा꣡ स्वः꣢ ॥४६४॥

अ꣣भि꣢ । त्यम् । दे꣣व꣢म् । स꣣विता꣡र꣢म् । ओ꣣ण्योः꣢꣯ । क꣣वि꣡क्र꣢तुम् । क꣣वि꣢ । क्र꣣तुम् । अ꣡र्चा꣢꣯मि । स꣣त्य꣡स꣢वम् । स꣣त्य꣢ । स꣣वम् । रत्नधा꣢म् । र꣣त्न । धा꣢म् । अ꣣भि꣢ । प्रि꣣य꣢म् । म꣣ति꣢म् । ऊ꣣र्ध्वा꣢ । य꣡स्य꣢꣯ । अ꣣म꣡तिः꣢ । भाः । अ꣡दि꣢꣯द्युतत् । स꣡वी꣢꣯मनि । हि꣡र꣢꣯ण्यपाणिः । हि꣡र꣢꣯ण्य । पा꣣णिः । अमिमीत । सुक्र꣡तुः꣢ । सु꣣ । क्र꣡तुः꣢꣯ । कृ꣣पा꣢ । स्वा३रि꣡ति꣢ ॥४६४॥

Mantra without Swara
अभि त्यं देवꣳ सवितारमोण्योः कविक्रतुमर्चामि सत्यसवꣳ रत्नधामभि प्रियं मतिम् ऊर्ध्वा यस्यामतिर्भा अदिद्युतत्सवीमनि हिरण्यपाणिरमिमीत सुक्रतुः कृपा स्वः ॥

अभि । त्यम् । देवम् । सवितारम् । ओण्योः । कविक्रतुम् । कवि । क्रतुम् । अर्चामि । सत्यसवम् । सत्य । सवम् । रत्नधाम् । रत्न । धाम् । अभि । प्रियम् । मतिम् । ऊर्ध्वा । यस्य । अमतिः । भाः । अदिद्युतत् । सवीमनि । हिरण्यपाणिः । हिरण्य । पाणिः । अमिमीत । सुक्रतुः । सु । क्रतुः । कृपा । स्वा३रिति ॥४६४॥

Samveda - Mantra Number : 464
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ओण्योः) દ્યુલોક અને પૃથિવીલોકનાં (सवितारम्) ઉત્પાદક પરમાત્માને (अभि अर्चामि) શ્રદ્ધાથી પ્રાપ્ત થઈને અર્ચિત કરું છું તથા (त्यम्) તે, (कविक्रतुम्) ક્રાન્તપ્રજ્ઞ-સર્વજ્ઞાન સમર્થ પ્રજ્ઞાવાન (सत्यसवम्) યથાર્થ ઐશ્વર્યવાળા-સત્ય શાસનકર્તા, (रत्नधाम्) રમણીય પદાર્થોના ધારક, (प्रियम्) અભીષ્ટ દેવ, (मतिम्) મનન શક્તિમાન પરમાત્માને (अभि अर्चासि) અભ્યર્ચિત કરું છું (यस्य) જેની (अमतिः) આત્મમયી સ્વઆધારમતિ (ऊर्ध्वा) ઊંચી (भाः) જ્યોતિરૂપ (आदिद्युतत्) દીપ્ત થઈ રહી છે, તેથી તેના (सवीमनि) પ્રસવ-પ્રશાસનમાં સર્વ જગત પ્રવર્તમાન છે, તે (हिरण्यपाणिः) સુવર્ણ હાથ-દિવ્ય હાથોવાળા-દિવ્ય ગ્રહણશક્તિવાળા (सुक्रतुः) સુકર્માકુશળ કર્મકર્તા (कृपा) સ્વ સામર્થ્ય દ્વારા (स्वः) સુખમય-મોક્ષધામને (अमिमीत) નિર્માણ કરે છે-સંપન્ન કરે છે.(૮) 
Essence
ભાવાર્થ : પરમાત્મા દ્યુલોક અને પૃથિવી લોકના ઉત્પાદક, ક્રાન્તપ્રજ્ઞ-સર્વજ્ઞાનસમર્થ, યથાર્થ શાસનકર્તા, રમણીય પદાર્થોના ધારક, અભીષ્ટ દેવ અને મનનશક્તિ સંપન્ન છે; તથા તેની સ્વાધાર મતિ જ્યોતિમયી ઊંચી છે, દીપ્ત થઈ રહી છે, તેના શાસનમાં સમસ્ત જગત પ્રવર્તમાન છે, તે દિવ્ય ગ્રહણશક્તિમાન, કુશળ કર્મકર્તા, સ્વસામર્થ્યથી સુખમય મોક્ષધામને સંપન્ન કરે છે. તે પરમાત્માનું હું રુચિ-શ્રદ્ધાથી અર્ચન કરું છું. (૮)