Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 463

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अनानतः पारुच्छेपिः Chhand- अत्यष्टिः Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣या꣢ रु꣣चा꣡ हरि꣢꣯ण्या पुना꣣नो꣢꣫ विश्वा꣣ द्वे꣡षा꣢ꣳसि तरति स꣣यु꣡ग्व꣢भिः꣣ सू꣢रो꣣ न꣢ स꣣यु꣡ग्व꣢भिः । धा꣡रा꣢ पृ꣣ष्ठ꣡स्य꣢ रोचते पुना꣣नो꣡ अ꣢रु꣣षो꣡ हरिः꣢꣯ । वि꣢श्वा꣣ य꣢द्रू꣣पा꣡ प꣢रि꣣या꣡स्यृक्व꣢꣯भिः स꣣प्ता꣡स्ये꣢भि꣣रृ꣡क्व꣢भिः ॥४६३॥

अ꣣या꣢ । रु꣣चा꣢ । ह꣡रि꣢꣯ण्या । पुना꣣नः꣢ । वि꣡श्वा꣢꣯ । द्वे꣡षाँ꣢꣯सि । त꣣रति । स꣣युग्व꣢भिः꣣ । स । यु꣡ग्व꣢꣯भिः । सू꣡रः꣢꣯ । न । स꣣यु꣡ग्व꣢भिः । स꣣ । यु꣡ग्व꣢꣯भिः । धा꣡रा꣢꣯ । पृ꣣ष्ठ꣡स्य꣢ । रो꣣चते । पुनानः꣢ । अ꣣रु꣢षः । ह꣡रिः꣢꣯ । वि꣡श्वा꣢꣯ । यत् । रू꣣पा꣢ । प꣣रिया꣡सि꣢ । प꣣रि । या꣡सि꣢꣯ । ऋ꣡क्व꣢꣯भिः । स꣣प्ता꣡स्ये꣢भिः । स꣣प्त꣢ । आ꣣स्येभिः । ऋ꣡क्व꣢꣯भिः ॥४६३॥

Mantra without Swara
अया रुचा हरिण्या पुनानो विश्वा द्वेषाꣳसि तरति सयुग्वभिः सूरो न सयुग्वभिः । धारा पृष्ठस्य रोचते पुनानो अरुषो हरिः । विश्वा यद्रूपा परियास्यृक्वभिः सप्तास्येभिरृक्वभिः ॥

अया । रुचा । हरिण्या । पुनानः । विश्वा । द्वेषाँसि । तरति । सयुग्वभिः । स । युग्वभिः । सूरः । न । सयुग्वभिः । स । युग्वभिः । धारा । पृष्ठस्य । रोचते । पुनानः । अरुषः । हरिः । विश्वा । यत् । रूपा । परियासि । परि । यासि । ऋक्वभिः । सप्तास्येभिः । सप्त । आस्येभिः । ऋक्वभिः ॥४६३॥

Samveda - Mantra Number : 463
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अनया रुचा) એ રુચિર, (हरिण्या) આહરણ કરનારી-હૃદયમાં લાવનારી સ્તુતિ દ્વારા (पुनानः) આનંદધારામાં પ્રાપ્ત થતા પરમાત્મા (विश्वा द्वेषांसि) ઉપાસકની સંપૂર્ણ દ્વેષ ભાવનાઓને (सयुग्भिः) સાથે યુક્ત શક્તિઓથી (तरति) તરી જાય છે-નાશ કરે છે. (सुरः न सयुग्भिः) જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સંસારથી અંધકારને દૂર કરે છે-નષ્ટ કરે છે. (पृष्ठस्य धारा रोचते) ત્યારે પરમાત્માથી સ્પૃષ્ટ-સ્પર્શ-સંપર્કને પ્રાપ્ત થયેલ હૃદયસ્થ ઉપાસકના આત્માની ચેતનાશક્તિ પ્રકાશમાન બની જાય છે (अरुषः हरिः) પ્રકાશમાન દુઃખનું અપહરણ કરનાર પરમાત્મા (यत् विश्वा रूपा ऋक्वभिः) જે સ્તુતિઓ વડે ઉપાસકના આત્માના સર્વ રૂપો-રુચિઓને અથવા નિરૂપણીય ભાવનાઓ, આશાઓ, કામનાઓને (परियासि) પરિપ્રાપ્ત થાય છે-પરિપૂર્ણ કરે છે. (सप्तास्येभिः ऋक्वभिः) જેમ જ્યોતિઓવાળા સાત મુખ, જિલ્લા જ્વાળારૂપ કિરણોથી સર્વ વસ્તુઓને પરિપ્રાપ્ત કરે છે. (૭) 
Essence
ભાવાર્ય : હૃદયમાં લઈ જનારી સ્તુતિથી આનંદધારામાં પ્રાપ્ત થતા પરમાત્મા ઉપાસકની સમસ્ત દ્વેષ ભાવનાઓને પોતાની વ્યાપિની દિવ્ય શક્તિઓથી નષ્ટ કરી નાખે છે, જેમ સૂર્ય પોતાના કિરણોથી સંસારના અંધકારનો નાશ કરી નાખે છે. પરમાત્માના સંપર્ક સમાગમને પ્રાપ્ત થયેલ ઉપાસક આત્માની ચેતન શક્તિ પ્રકાશમાન બની જાય છે. જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સર્વ વસ્તુઓને સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે; તેમ પ્રકાશમાન પરમાત્મા દુઃખાપહરણકર્તા અને સુખ આહરણકર્તા સ્તુતિઓ દ્વારા ઉપાસકનું રુચિકર ભાવનાઓ, કામનાઓ અને આશાઓને પરિ-સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે. (૭)