Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 424

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
स꣢ घा꣣ तं꣡ वृष꣢꣯ण꣣ꣳ र꣢थ꣣म꣡धि꣢ तिष्ठाति गो꣣वि꣡द꣢म् । यः꣡ पात्र꣢꣯ꣳ हारियोज꣣नं꣢ पू꣣र्ण꣡मि꣢न्द्र꣣ चि꣡के꣢तति꣣ यो꣢जा꣣꣬ न्वि꣢꣯न्द्र ते꣣ ह꣡री꣢ ॥४२४॥

सः꣢ । घ꣣ । त꣢म् । वृ꣡ष꣢꣯णम् । र꣡थ꣢꣯म् । अ꣡धि꣢꣯ । ति꣣ष्ठाति । गोवि꣡द꣢म् । गो꣣ । वि꣡द꣢꣯म् । यः । पा꣡त्र꣢꣯म् । हा꣣रियोजन꣢म् । हा꣣रि । योजन꣢म् । पू꣣र्ण꣢म् । इ꣣न्द्र । चि꣡के꣢꣯तति । यो꣡ज꣢꣯ । नु । इ꣣न्द्र । ते । ह꣢री꣣इ꣡ति꣢ ॥४२४॥

Mantra without Swara
स घा तं वृषणꣳ रथमधि तिष्ठाति गोविदम् । यः पात्रꣳ हारियोजनं पूर्णमिन्द्र चिकेतति योजा न्विन्द्र ते हरी ॥

सः । घ । तम् । वृषणम् । रथम् । अधि । तिष्ठाति । गोविदम् । गो । विदम् । यः । पात्रम् । हारियोजनम् । हारि । योजनम् । पूर्णम् । इन्द्र । चिकेतति । योज । नु । इन्द्र । ते । हरीइति ॥४२४॥

Samveda - Mantra Number : 424
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (सः) તે તારો ઉપાસક આત્મા (घ) હાં (तं वृषणं गोविदं रथम्) તે સુખવર્ષક સ્તુતિ વાણીઓથી પ્રાપ્ત થનાર રથરમણ સ્થાન મોક્ષ ૨થ પર (अधितिष्ठाति) બેસવા ચાહે છે. હવે આ શરીર રથ પર બેસવા નથી ચાહતો (यः) જે ઉપાસક (हारियोजनं पात्रम्) તારા દયા અને પ્રસાદ રૂપ દુઃખાપહરણ અને સુખાહરણ કરનાર જેમાં નિરંતર તારા દ્વારા યુક્ત કરેલ છે એવા નિતાન્તપાલક રક્ષક (पूर्ण चिकेतति) પૂર્ણરૂપથી જાણે છે કે બસ કલ્યાણ સ્થાન એ જ છે, તેથી (ते हरी) તારી દયા અને પ્રસાદને (नु योज) મારામાં-ઉપાસકમાં શીઘ્ર યુક્ત કર. (૬)
Essence
ભાવાર્થ : જીવનમુક્ત ઉપાસક આ શરીરરથમાં રહેવા ઇચ્છતો નથી, પરન્તુ તે તો સ્તુતિઓ દ્વારા પ્રાપ્ત થયેલ સુખ-શાન્તિ-વર્ષક મોક્ષ રમણ સ્થાન રથમાં બેસવા ઇચ્છે છે, જેમાં પરમાત્માના દુ:ખાપહરણ અને સુખાહરણ ધર્મ દયા અને પ્રસાદયુક્ત રહે છે. એવા નિતાન્ત પાલક, રક્ષકરૂપી રથ પર સ્થિત થવા ચાહે છે, જેથી તે પૂર્ણરૂપથી પોતાના કલ્યાણનું કારણ જાણે છે. તેથી શીઘ્ર જ એ દયા અને પ્રસાદથી મને ઉપાસકને યુક્ત કર. (૬)