Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 41

1875 Mantra
Devata- अग्निः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
त्वं꣡ न꣢श्चि꣣त्र꣢ ऊ꣣त्या꣢꣫ वसो꣣ रा꣡धा꣢ꣳसि चोदय । अ꣣स्य꣢ रा꣣य꣡स्त्वम꣢꣯ग्ने र꣣थी꣡र꣢सि वि꣣दा꣢ गा꣣धं꣢ तु꣣चे꣡ तु नः꣢꣯ ॥४१॥

त्व꣢म् । नः꣣ । चित्रः꣢ । ऊ꣣त्या꣢ । व꣡सो꣢꣯ । रा꣡धाँ꣢꣯सि । चो꣣दय । अस्य꣢ । रा꣣यः꣢ । त्वम् । अ꣣ग्ने । रथीः꣢ । अ꣣सि । विदाः꣢ । गा꣣ध꣢म् तु꣣चे꣢ । तु । नः꣣ ॥४१॥

Mantra without Swara
त्वं नश्चित्र ऊत्या वसो राधाꣳसि चोदय । अस्य रायस्त्वमग्ने रथीरसि विदा गाधं तुचे तु नः ॥

त्वम् । नः । चित्रः । ऊत्या । वसो । राधाँसि । चोदय । अस्य । रायः । त्वम् । अग्ने । रथीः । असि । विदाः । गाधम् तुचे । तु । नः ॥४१॥

Samveda - Mantra Number : 41
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (चित्र वसो अग्ने) હે અદ્ભુત ગુણ શક્તિ સંપન્ન તથા સર્વની અંદર વાસ કરનાર પરમાત્મન્ ! (त्वम्) તું (नः उत्या) અમારી રક્ષા માટે (राधांसि चोदय) સર્વ સાધક ધનોને પ્રેરિત કર; (अस्य रायः रथीः असि) એ અભીષ્ટ ધન ઐશ્વર્યનો તું રમણકર્તા-ધનનો સ્વામી અર્થાત્ ધનરૂપ રથનો ઈરયિતા = પ્રેરક પ્રદાતા છે. (तुचे तु नः गाधं विदा) સંતાનો ઉત્પત્તિને માટે તો જે પ્રતિષ્ઠારૂપ વીર્યને પ્રાપ્ત કરાવીને સંયત કર. (૭)
Essence
ભાવાર્થ : પરમાત્મા અદ્ભુત દેવ છે, તે અમને નિવાસ માટેના સાધન આપે છે અને સંસિદ્ધ ભોગ ધનોને તથા ભોગ સાધનોને પણ પ્રેરિત કરે છે, તે રમણીય ધનનો સ્વામી છે. અમારા શરીરની અંદર મૂલ ધાતુ વીર્યને સંયત કરવાનું બળ પ્રદાન કરે છે, તે જીવનનો સ્નેહ છે, સ્નેહથી જ જ્યોતિ પ્રાપ્ત થાય છે અને મૃત્યુરૂપ તમ-અંધકારને દૂર કરે છે. (૭)