Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 33

1875 Mantra
Devata- अग्निः Rishi- सिन्धुद्वीप आम्बरीषः, त्रित आप्त्यो वा Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
शं꣡ नो꣢ दे꣣वी꣢र꣣भि꣡ष्ट꣢ये꣣ शं꣡ नो꣢ भवन्तु पी꣣त꣡ये꣢ । शं꣢꣫ योर꣣भि꣡ स्र꣢वन्तु नः ॥३३॥

श꣢म् । नः꣢ । देवीः꣢ । अ꣣भि꣡ष्ट꣢ये । शम् । नः꣣ । भवन्तु । पीत꣡ये꣢ । शम् । योः । अ꣣भि꣢ । स्र꣣वन्तु । नः ॥३३॥

Mantra without Swara
शं नो देवीरभिष्टये शं नो भवन्तु पीतये । शं योरभि स्रवन्तु नः ॥

शम् । नः । देवीः । अभिष्टये । शम् । नः । भवन्तु । पीतये । शम् । योः । अभि । स्रवन्तु । नः ॥३३॥

Samveda - Mantra Number : 33
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देवीः) પરમાત્માની જ્ઞાન જ્યોતિઓ (नः अभिष्टये) અમારી આકાંક્ષાઓ-અભ્યુદયની સુખ સંપત્તિને માટે (शं भवन्तु) કલ્યાણકારી બને; તથા (नः पीतये शम्) અમારી તૃપ્તિ, નિઃશ્રેયસની પ્રાપ્તિમુક્તિને માટે કલ્યાણકારી બને. (शंयोः नः अभिस्रवन्तु) તે સુખ-શાન્તિને અમારા બન્ને ક્ષેત્રો [અભ્યુદય અને મોક્ષ] માટે વહાવે અર્થાત્ સર્વત્રથી વર્ષા કરે. (૧૩)
Essence
ભાવાર્થ : પરમાત્માની જ્ઞાન જ્યોતિઓ સર્વત્ર વ્યાપ્ત છે, તે સૃષ્ટિકર્તા, નિયંતા, કર્મફળદાતારૂપમાં રહેલી છે, અમારી આકાંક્ષાઓમાં ગંધસુખ, રસસુખ વગેરેને માટે, પ્રત્યેક ગંધ આદિ ભોગ્ય વસ્તુઓમાં પરમાત્માનો મહિમા, કળા, વિભૂતિ, ઝાંખી પ્રકાશિત થતી રહે, ત્યારે ગંધ વગેરે સુખ સાચું સુખ બની શકશે અન્યના પરિણામતઃ દુઃખ રૂપ જ સિદ્ધ થશે.

તે જ્યોતિઓ આત્માની અંદર સાક્ષાત્ થતાં આનંદની ધારાઓ બનીને તૃપ્તિ-મુક્તિને માટે સિદ્ધ થશે. (૧૩)