Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 315

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गातुरात्रेयः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡द꣢र्द꣣रु꣢त्स꣣म꣡सृ꣢जो꣣ वि꣢꣫ खानि꣣ त्व꣡म꣢र्ण꣣वा꣡न्ब꣢द्बधा꣣ना꣡ꣳ अ꣢रम्णाः । म꣣हा꣡न्त꣢मिन्द्र꣣ प꣡र्व꣢तं꣣ वि꣢꣫ यद्वः सृ꣣ज꣢꣫द्धा꣣रा अ꣢व꣣ य꣡द्दा꣢न꣣वा꣢न्हन् ॥३१५॥

अ꣡द꣢꣯र्दः । उ꣡त्स꣢꣯म् । उत् । स꣣म् । अ꣡सृ꣢꣯जः । वि । खा꣡नि꣢꣯ । त्वम् । अ꣣र्णवा꣢न् । ब꣣द्बधा꣣नान् । अ꣢रम्णाः । महा꣡न्त꣢म् । इ꣣न्द्र प꣡र्व꣢꣯तम् । वि । यत् । व꣡रिति꣢ । सृ꣣ज꣢त् । धा꣡राः꣢꣯ । अ꣡व꣢꣯ । यत् । दा꣣नवा꣢न् । ह꣣न् ॥३१५॥

Mantra without Swara
अदर्दरुत्समसृजो वि खानि त्वमर्णवान्बद्बधानाꣳ अरम्णाः । महान्तमिन्द्र पर्वतं वि यद्वः सृजद्धारा अव यद्दानवान्हन् ॥

अदर्दः । उत्सम् । उत् । सम् । असृजः । वि । खानि । त्वम् । अर्णवान् । बद्बधानान् । अरम्णाः । महान्तम् । इन्द्र पर्वतम् । वि । यत् । वरिति । सृजत् । धाराः । अव । यत् । दानवान् । हन् ॥३१५॥

Samveda - Mantra Number : 315
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (त्वम्) તું (उत्सम् अददः) ઉત્સદન-ઉપર મસ્તિષ્ક સ્થાનને ખોલે છે જેમાંથી જ્ઞાન પ્રવાહ વહે છે. (खानि वि असृजः) છિદ્રો-ઇન્દ્રિયોને વિસર્જિત કરે છે વિકસિત કરે છે જેથી બહારથી ગંધ આદિ અંદર પ્રવિષ્ટ થાય છે. (बद्बधानान् अर्णवान्) નાડીઓમાં રક્તને બાંધનાર (अरम्णाः) વિસર્જિત કર્યું-છોડ્યું (यत्) જ્યારે (महान्तं पर्वतं विवः) મહાન મહત્ત્વપૂર્ણ પર્વવાળાઅંગો સંધિઓ વાળા શરીરને સ્પષ્ટ-વ્યક્ત કર્યું (यत्) જે (धाराः सृजत्) જીવનધારાઓ-જીવન શક્તિઓને સર્જિત કરી-છોડી (दानवान् अवहन्) ફરી-ફરી જન્મ આપનાર કારણોને નષ્ટ કરે છે. (૩)
Essence
ભાવાર્થ : પરમાત્મા સામાન્ય રૂપથી સર્વ મનુષ્યોનો અને વિશેષરૂપથી ઉપાસકોનાં મૂર્ધા-મસ્તિષ્કને ખોલે છે, જેથી જ્ઞાન પ્રવાહ ચાલે છે. ઇન્દ્રિયોને વિકસિત કરે છે, જેથી ગંધ આદિ પ્રવિષ્ટ થાય છે. નાડીઓમાં રક્તને બાંધનાર પ્રાણોને છોડે છે, જેથી શરીરમાં રક્ત સંચાર થાય છે. મહત્ત્વપૂર્ણ સંધિઓ વાળા શરીરને વ્યક્ત બનાવે છે, જીવન ધારાઓને તેમાં છોડે છે. ફરી-ફરી જન્મ લેવાના કારણોનો પણ નાશ કરે છે, એવો પરમાત્મા સદા ઉપાસનીય છે. (૩)