Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 296

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नोधा गौतमः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
न꣡ त्वा꣢ बृ꣣ह꣢न्तो꣣ अ꣡द्र꣢यो꣣ व꣡र꣢न्त इन्द्र वी꣣ड꣡वः꣢ । य꣡च्छिक्ष꣢꣯सि स्तुव꣣ते꣡ माव꣢꣯ते꣣ व꣢सु꣣ न꣢ कि꣣ष्ट꣡दा मि꣢꣯नाति ते ॥२९६॥

न꣢ । त्वा꣣ । बृह꣡न्तः꣢ । अ꣡द्र꣢꣯यः । अ । द्र꣢यः । व꣡र꣢꣯न्ते । इ꣣न्द्र । वीड꣡वः꣢ । यत् । शि꣡क्ष꣢꣯सि । स्तु꣣वते꣢ । मा꣡व꣢꣯ते । व꣡सु꣢꣯ । न । किः꣣ । तत् । आ । मि꣣नाति । ते ॥२९६॥

Mantra without Swara
न त्वा बृहन्तो अद्रयो वरन्त इन्द्र वीडवः । यच्छिक्षसि स्तुवते मावते वसु न किष्टदा मिनाति ते ॥

न । त्वा । बृहन्तः । अद्रयः । अ । द्रयः । वरन्ते । इन्द्र । वीडवः । यत् । शिक्षसि । स्तुवते । मावते । वसु । न । किः । तत् । आ । मिनाति । ते ॥२९६॥

Samveda - Mantra Number : 296
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (बृहन्तः) ઊંચા-ઊંચા અથવા મોટા-મોટા (वीडवः) દૃઢ-અચલ-અડગ અથવા બળવાન (अद्रयः) અદરણીય-વિદારણ ન થવા યોગ્ય-ન હટવા હટાવ્યા યોગ્ય સીમા પ્રદેશ અથવા આદારણ-શસ્ત્રધારી જન (त्वा) તને (न वर्तन्ते) રોકતો નથી તથા (मावते स्तुवते) મારા જેવા સ્તુતિ કરનારને માટે (यत् वसु शिक्षसि) જે અધ્યાત્મ ધન-તારું આનંદ ધન આપે છે (ते) પ્રાપ્ત કરેલ તે ધનને (नः किः) કોઈ નહીં (आमिनाति) સર્વથા કોઈપણ રીતે નષ્ટ કરતું નથી. (૪)
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! ઊંચા-ઊંચા દંઢ, અચલ, અડગ સીમા પ્રદેશ પણ અથવા મોટા-મોટા બળવાન આદારણ-ચકનાચૂર કરી નાખનારા શસ્ત્રધારી જન પણ તને મારા સુધી-ઉપાસક સુધી પહોંચતો રોકી શકતા નથી. તથા મારા જેવા સ્તુતિ કરનારા ઉપાસકોને માટે જે અધ્યાત્મધન તારો આનંદ તું પ્રદાન કરે છે, તેનો પણ કોઈ નાશ કરી શકતું નથી. (૪)