Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 288

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣣दा꣢ क꣣दा꣡ च꣢ मी꣣ढु꣡षे꣢ स्तो꣣ता꣡ ज꣢रेत꣣ म꣡र्त्यः꣢ । आ꣡दिद्व꣢꣯न्देत꣣ व꣡रु꣢णं वि꣣पा꣢ गि꣣रा꣢ ध꣣र्त्ता꣢रं꣣ वि꣡व्र꣢तानाम् ॥२८८

य꣣दा꣢ । क꣣दा꣢ । च꣣ । मीढु꣡षे꣢ । स्तो꣣ता । ज꣣रेत । म꣡र्त्यः꣢꣯ । आत् । इत् । व꣣न्देत । व꣡रु꣢꣯णम् । वि꣣पा꣢ । गि꣣रा꣢ । ध꣣र्त्ता꣡र꣢म् । वि꣡व्र꣢꣯तानाम् । वि । व्र꣣तानाम् ॥२८८॥

Mantra without Swara
यदा कदा च मीढुषे स्तोता जरेत मर्त्यः । आदिद्वन्देत वरुणं विपा गिरा धर्त्तारं विव्रतानाम् ॥२८८

यदा । कदा । च । मीढुषे । स्तोता । जरेत । मर्त्यः । आत् । इत् । वन्देत । वरुणम् । विपा । गिरा । धर्त्तारम् । विव्रतानाम् । वि । व्रतानाम् ॥२८८॥

Samveda - Mantra Number : 288
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मर्त्यः) મરણ ધર્મી જન્મ-મરણમાં પડેલો સંસારી મનુષ્ય (स्तोता) પરમાત્માનો સ્તુતિકર્તા બનીને (यदा कदा) જ્યારે ક્યારેક સુખમાં હોય અથવા દુઃખમાં હોય સંપત્તિમાં હોય કે વિપત્તિમાં હોય (मीढुषे जरेत) સુખ-શાન્તિ વર્ષક પરમાત્માની સ્તુતિ કરે (आत् इत्) અનન્તર જ-સાથે જ (विवृत्तानां धर्तारम्) વિવિધ કર્મો સૃષ્ટિ ઉત્પત્તિ આદિ તથા જીવોના કર્મફળ વિધાન મોક્ષાનંદ પ્રદાન કર્મોના ધર્તા-સંપાદન કર્તા, (वरुणम्) વરણ કરવા યોગ્ય અથવા દુઃખ-અજ્ઞાન નિવારક પરમાત્માનું (गिरा विपा) વરણ, ભજન, ગુણગાન કરનારી વાણીથી (वन्देत) વંદન કરે-અભિનંદન કરે. (૬)
Essence
ભાવાર્થ : જન્મ-મરણના બંધનમાં પડેલ, જન્મમરણમાં આવનાર મનુષ્ય જ્યારે ક્યારેક સુખમાં અથવા દુઃખમાં હોય, અથવા સંપત્તિ કે વિપત્તિમાં હોય, સાંસારિક સુખ તથા મોક્ષાનંદની વૃષ્ટિ કરનાર પરમાત્માની સ્તુતિ કર્યા કરે. સુખ-સંપત્તિમાં ગર્વરહિત રહેવાનું શાન્તિબળ પ્રાપ્ત થશે અને દુઃખ દરિદ્રતા સંતોષનો સહારો મળશે સાથે સ્તુતિના તે અનેક પ્રકાર સૃષ્ટિ રચનાદિ તથા જીવોના કર્મફળ મોક્ષાનંદ પ્રદાન આદિના વિધાતાનું સ્પષ્ટ કથન કરનાર વાણીથી વંદન, ગુણગાન, ભજન પણ કરવું જોઈએ, એકાન્તમાં સ્તુતિ-સ્તવન અને સભા-સંમેલનમાં પણ ગુણગાન અને ભજન કરવા જોઈએ. (૬)