Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 287

1875 Mantra
Devata- इन्द्रः Rishi- परुच्छेपो दैवोदासिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
श꣡ची꣢भिर्नः शचीवसू꣣ दि꣢वा꣣ न꣡क्तं꣢ दिशस्यतम् । मा꣡ वा꣢ꣳ रा꣣ति꣡रुप꣢꣯ दसत्क꣣दा꣢च꣣ना꣢꣫स्मद्रा꣣तिः꣢ क꣣दा꣢च꣣न꣢ ॥२८७॥

श꣡ची꣢꣯भिः । नः꣣ । शचीवसू । शची । वसूइ꣡ति꣢ । दि꣡वा꣢꣯ । न꣡क्त꣢꣯म् । दि꣣शस्यतम् । मा꣢ । वा꣣म् । रातिः꣢ । उ꣡प꣢꣯ । द꣣सत् । कदा꣢ । च꣣ । न꣣ । अ꣣स्म꣢त् । रा꣣तिः꣢ । क꣣दा꣢ । च꣣ । न꣢ ॥२८७॥

Mantra without Swara
शचीभिर्नः शचीवसू दिवा नक्तं दिशस्यतम् । मा वाꣳ रातिरुप दसत्कदाचनास्मद्रातिः कदाचन ॥

शचीभिः । नः । शचीवसू । शची । वसूइति । दिवा । नक्तम् । दिशस्यतम् । मा । वाम् । रातिः । उप । दसत् । कदा । च । न । अस्मत् । रातिः । कदा । च । न ॥२८७॥

Samveda - Mantra Number : 287
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शचीवसु) હે જ્ઞાન જ્યોતિ આપનારી પ્રજ્ઞાથી તથા આનંદરસ આપવાના કર્મથી અમને વસાવનાર-બન્ને રૂપોવાળા-ઇન્દ્ર પરમાત્મન્ ! (शचीभिः) જ્ઞાનજ્યોતિ નિરંતર પ્રજ્ઞાનોથી અને આનંદરસપ્રદ નિરંતર કર્મોથી (नः) અમારા (दिवा नक्तम्) દિવસ અને રાત્રિને (दिशस्यतम्) અતિ સર્જિત કરો, જ્ઞાન જ્યોતિથી અને આનંદરસથી સંપન્ન કરો, સૂર્ય જેમ દિવસે જ્યોતિથી, ચંદ્રમા જેમ રાત્રિને રસથી સંપન્ન કરે છે. (वाम्) અમારે માટે તમારી (रातिः) દાન—જ્ઞાન જ્યોતિનું દાન આનંદરસનું દાન (कदाचन) કદીપણ (मा)(उपदसत) ક્ષીણ ન થાય. (अस्मद्रातिः कदाचन) અમારો ઉપાસનારસ તમારા માટે કદીપણ ક્ષીણ ન થાય. (૫)
Essence
ભાવાર્થ :  હે જ્ઞાન જ્યોતિપ્રદ પ્રજ્ઞાવાળા તથા આનંદરસપ્રદ કર્મવાળા ઉભયરૂપ પરમાત્મન્ ! તમે તમારી ઉક્ત પ્રજ્ઞાઓ તથા કર્મોથી અમારા દિવસને જ્ઞાન જ્યોતિથી અને રાત્રિને આનંદરસથી સંપન્ન કરી દો, તમારું એ અમારા માટેનું જ્ઞાન દાન અને આનંદરસનું દાન કદીપણ ક્ષીણ ન થાય તથા તમારા માટે અમારો ઉપાસનારસ ભેટરૂપ દાન પણ કદી ક્ષીણ ન થાય, અમે જ્ઞાન પૂર્વક દિવસ પસાર કરીએ, જાગીએ અને આનંદપૂર્વક રાત્રિ પસાર કરીએ, સૂઈએ. (૫)