Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 268

1875 Mantra
Devata- इन्द्रः Rishi- पुरुहन्मा आङ्गिरसः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
न꣢ सी꣣म꣡दे꣢व आप꣣ त꣡दिषं꣢꣯ दीर्घायो꣣ म꣡र्त्यः꣢ । ए꣡त꣢ग्वा꣣ चि꣣द्य꣡ एत꣢꣯शो यु꣣यो꣡ज꣢त꣣ इ꣢न्द्रो꣣ ह꣡री꣢ यु꣣यो꣡ज꣢ते ॥२६८॥

न꣢ । सीम् । अ꣡दे꣢꣯वः । अ । दे꣣वः । आप । तत् । इ꣡ष꣢꣯म् । दी꣣र्घायो । दीर्घ । आयो । म꣡र्त्यः꣢꣯ । ए꣡त꣢꣯ग्वा । ए꣡त꣢꣯ । ग्वा꣣ । चित् । यः꣢ । ए꣡त꣢꣯शः । यु꣣यो꣡ज꣢ते । इ꣡न्द्रः꣢꣯ । हरीइ꣡ति꣢ । यु꣣यो꣡ज꣢ते ॥२६८॥

Mantra without Swara
न सीमदेव आप तदिषं दीर्घायो मर्त्यः । एतग्वा चिद्य एतशो युयोजत इन्द्रो हरी युयोजते ॥

न । सीम् । अदेवः । अ । देवः । आप । तत् । इषम् । दीर्घायो । दीर्घ । आयो । मर्त्यः । एतग्वा । एत । ग्वा । चित् । यः । एतशः । युयोजते । इन्द्रः । हरीइति । युयोजते ॥२६८॥

Samveda - Mantra Number : 268
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (दीर्घायः) આયુની આવક જેની છે એવું આયુધન-જીવનધન માત્ર જીવવું જ અભીષ્ટ માનનાર (मर्त्यः) મનુષ્ય (अदेवः) જેનો પરમાત્મ દેવ ઇષ્ટ નથી તે નાસ્તિક (तत् इषम्) તે એષણીય અમૃત સુખભોગને (सीनं न आप) સર્વ ભાવથી સર્વથા પ્રાપ્ત કરતો નથી તેથી નિતાંત વંચિત રહે છે , પરંતુ (यः एतग्वा एतशः चित् युजोजते) જે એ પરમાત્માની તરફ ગતિ કરનાર તથા તે પરમાત્મામાં શયન-પ્રવેશ કરનાર બનીને પૂર્ણ રૂપથી પરમાત્માથી યુક્ત બને છે , પુનઃ (इन्द्रः हरी युजोजते) પરમાત્મા દુઃખ અપહરણકર્તા અને સુખ આહારણકર્તા પોતાની જ્યોતિ અને સ્નેહને અથવા ઋક્ અને સામ , સ્તવન અને સાંત્વન ધર્મોને અથવા અમૃતરસ અને દેવાન્ન દિવ્ય ભોગોને ઉપાસકમાં યુક્ત કરી દે છે.

 
Essence
ભાવાર્થ : કેવલ જીવવું એ જ ધન માનનાર-પરમાત્માને ન માનનાર નાસ્તિક સદા મરણધર્મી જન પરમાત્માનાં એષણીય-કમનીય સુખભોગને કદીપણ પ્રાપ્ત કરી શકતો નથી, પરન્તુ જે એ પરમાત્માની તરફ ગતિ-પ્રવૃત્તિ કરનાર તથા પરમાત્મામાં શયન-પ્રવેશ કરનાર પરમાત્માથી યુક્ત બને છે, ત્યારે પરમાત્મા તે ઉપાસકના પ્રત્યે દુઃખનું અપહરણ અને સુખનું આહરણ-ભરનાર જ્યોતિ અને સ્નેહને અથવા પ્રશંસન અને સાંત્વન ધર્મોને અથવા અમૃત રસ મુક્તોને રસ અને દેવાન્ન-દિવ્યભોગ મુક્તોના અન્નને તે ઉપાસકમાં યુક્ત કરી દે છે. (૬)