Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 22

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣣ग्नि꣢स्ति꣣ग्मे꣡न꣢ शो꣣चि꣢षा꣣ य꣢ꣳ स꣣द्वि꣢श्वं꣣ न्या꣢३꣱त्रि꣡ण꣢म् । अ꣣ग्नि꣡र्नो꣢ वꣳसते र꣣यि꣢म् ॥२२॥

अ꣣ग्निः꣢ । ति꣣ग्मे꣡न꣢ । शो꣣चि꣡षा꣢ । यँ꣡ऽस꣢꣯त् । वि꣡श्व꣢꣯म् । नि । अ꣣त्रि꣡ण꣢म् । अ꣣ग्निः꣢ । नः꣣ । वँऽसते । र꣣यि꣢म् ॥२२॥

Mantra without Swara
अग्निस्तिग्मेन शोचिषा यꣳ सद्विश्वं न्या३त्रिणम् । अग्निर्नो वꣳसते रयिम् ॥

अग्निः । तिग्मेन । शोचिषा । यँऽसत् । विश्वम् । नि । अत्रिणम् । अग्निः । नः । वँऽसते । रयिम् ॥२२॥

Samveda - Mantra Number : 22
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्निः विश्वम् अत्रिणम्) તેજસ્વરૂપ પરમાત્માના ઉપાસકની અંદર ઉત્પન્ન-ઉઠનાર સમસ્ત પાપભાવને (तिग्मेन शोचिषा नियंसत्) તિગ્મેન = તીક્ષ્ણ શોચિતા = જ્ઞાનમય તેજથી નિયંસત = નિયંત્રણ કરે છે - દબાવી દે છે - અકિંચિત્કર કરી નાખે છે, પુનઃ (अग्निः) જ્ઞાનસ્વરૂપ પરમાત્મા (नः) અમારા માટે (रयिम् वंसते) અધ્યાત્મધન- અમૃતાનંદને પ્રદાન કરે છે. (૨)
Essence
ભાવાર્થ : : પરમાત્મા જ્યારે મારી-ઉપાસકની અંદર સાક્ષાત્ પ્રકાશિત થાય છે, ત્યારે પોતાના જ્ઞાનમય તેજથી મારા આન્તરિક જીવના ભક્ષક તત્ત્વો-પાપભાવો નિયંત્રિત કરે છે - ભસ્મીભૂત કરીને મને આધ્યાત્મિક અમૃતધનનો ભાગી બનાવી દે છે. કારણ કે તે મારા આત્માનો પણ આત્મા છે. "य आत्मनि तिष्ठन् आत्मा यस्य शरीरम्'' (શત.) જેમ મારા આત્માનું શરીર મારી દેખરેખમાં રહેતું હોવાથી, તેને નિર્દોષ રાખવાનું મને ધ્યાન રહે છે, હું તેને યત્નપૂર્વક નિર્દોષ રાખું છું, તેમ હું-આત્મા તે પરમાત્માનું શરીર છું, તો મને નિર્દોષ રાખવો, મારામાં સ્વગુણ પ્રસાદને પ્રવિષ્ટ કરવા તે સ્વાભાવિક છે. (૨)