Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 197

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्ष आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣡ त्वा꣢ विश꣣न्त्वि꣡न्द꣢वः समु꣣द्र꣡मि꣢व꣣ सि꣡न्ध꣢वः । न꣢꣫ त्वामि꣣न्द्रा꣡ति꣢ रिच्यते ॥१९७॥

आ꣢ । त्वा꣣ । विशन्तु । इ꣡न्द꣢꣯वः । स꣣मुद्र꣢म् । स꣣म् । उद्र꣢म् । इ꣣व । सि꣡न्ध꣢꣯वः । न । त्वाम् । इ꣣न्द्र । अ꣡ति꣢꣯ । रि꣣च्यते ॥१९७॥

Mantra without Swara
आ त्वा विशन्त्विन्दवः समुद्रमिव सिन्धवः । न त्वामिन्द्राति रिच्यते ॥

आ । त्वा । विशन्तु । इन्दवः । समुद्रम् । सम् । उद्रम् । इव । सिन्धवः । न । त्वाम् । इन्द्र । अति । रिच्यते ॥१९७॥

Samveda - Mantra Number : 197
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (इन्दवः) મારો એ આર્દ્ર ઉપાસનારસ (त्वा आविशन्तु) તારામાં એવી રીતે પ્રવિષ્ટ થઈ જાય (सिन्धवः समुद्रम् इव) જેમ નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરી જાય છે, પરન્તુ ભિન્નતા એ છે કે નદીઓ તો સમુદ્રમાં ભળીને ખારી બની જાય છે, પરન્તુ આર્દ્ર સ્નિગ્ધ ઉપાસનારસ તારી અંદર મારા માટે તને આર્દ્ર સ્નેહપૂર્ણ કરી દે છે. (त्वां न अतिरिच्यते) તને કોઈ લાંઘી-ટપી શકતું નથી તારાથી વધીને ગુણવાન, દયાળુ, સ્નેહવાન બીજો કોઈ નથી. (૪)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! ઉપાસક દ્વારા તારા પ્રત્યે સમર્પિત આર્ક સ્નિગ્ધ ઉપાસનારસ તારામાં એવી રીતે પ્રવિષ્ટ થાય છે, જેમ નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે, પરન્તુ સમુદ્ર તો તેને ખારી બનાવીને પોતાની અંદર રાખી લે છે. જ્યારે પરમાત્મન્ ! તું તો ઉપાસનારસોને તારા આનંદરસથી સંયુક્ત કરીને ઉપાસકની અંદર પરિવર્તિત કરે છે, કારણ કે તું મહાન દયાળુ છે, તારા જેવા મધુર દયાસાગર-દયાનો દરિયો બીજો કોઈ નથી. (૪)