Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 19

1875 Mantra
Devata- अग्निः Rishi- प्रयोगो भार्गवः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣣ग्नि꣡मि꣢न्धा꣣नो꣡ मन꣢꣯सा꣣ धि꣡य꣢ꣳ सचेत꣣ म꣡र्त्यः꣢ । अ꣣ग्नि꣡मि꣢न्धे वि꣣व꣡स्व꣢भिः ॥१९॥

अ꣣ग्नि꣢म् । इ꣣न्धानः꣢ । म꣡न꣢꣯सा । धि꣡य꣢꣯म् स꣣चेत । म꣡र्त्यः꣢꣯ । अ꣣ग्नि꣢म् । इ꣣न्धे । वि꣣व꣡स्व꣢भिः । वि꣣ । व꣡स्व꣢भिः ॥१९॥

Mantra without Swara
अग्निमिन्धानो मनसा धियꣳ सचेत मर्त्यः । अग्निमिन्धे विवस्वभिः ॥

अग्निम् । इन्धानः । मनसा । धियम् सचेत । मर्त्यः । अग्निम् । इन्धे । विवस्वभिः । वि । वस्वभिः ॥१९॥

Samveda - Mantra Number : 19
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मर्त्यः) મનુષ્ય (अग्निम् इन्धानः) પરમાત્મારૂપ અગ્નિને અથવા જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્માને પોતાની અંદર પ્રકાશિત-સાક્ષાત્ કરવા માટે (मनसा धियं सचेत) મનથી પરમાત્માનું સેવન કરે કે - (विवस्विभिः अग्निम् इन्धे) હું વિવાસતિ = પરિચર્યા કર્મો યથા - નિદિધ્યાસન, અભ્યાસ, ક્રિયાઓ દ્વારા પરમાત્માને પ્રકાશિત કરું - સાક્ષાત્ કરું. (૯)
Essence
ભાવાર્થ : પરમાત્માને પોતાની અંદર પ્રકાશિત અર્થાત્ સાક્ષાત્ કરવા માટે મનુષ્ય શ્રુતિઓ દ્વારા પરમાત્માના ગુણોનું શ્રવણ કરીને તેને જગતની રચનાનું મનથી મનન કરવું જોઈએ. યથા વિભિન્ન હાથી અને ઊંટ જેવા પ્રાણીઓનાં શરીરની રચનામાં લાંબી સૂંઢ અને ઊંચી ડોકથી ઉપર અને નીચેથી ખાવાનું પ્રાપ્ત કરે છે, ભૂતલ પર ઊંચા સ્થાનો પરથી જલની ધારાઓ નીચેના સ્થાનમાં વહાવીને, અત્યંત નીચેના સ્થાન સમુદ્રમાં પહોંચાડીને, ભૂમિ પર મનુષ્ય આદિના નિવાસ માટે જમીનની રચના કરવી, આકાશમાં ગ્રહ, તારા વગેરેને તેઓની ગતિમાં ચલાવવા વગેરેનાં પરમાણુઓનું મનન-ચિંતન ધ્યાન અને સમાધિરૂપ અભ્યાસ ક્રિયાઓથી નિદિધ્યાસન કરીને પરમાત્માને પોતાની અંદર પ્રકાશિત-સાક્ષાત્ કરે. હું ઉપાસક આ રીતે પરમાત્માનો સાક્ષાત્કાર કરું. (૯)