Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 187

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣मा꣡स्त꣢ इन्द्र꣣ पृ꣡श्न꣢यो घृ꣣तं꣡ दु꣢हत आ꣣शि꣡र꣢म् । ए꣣ना꣢मृ꣣त꣡स्य पि꣣प्यु꣡षीः꣢ ॥१८७॥

इ꣣माः꣢ । ते꣣ । इन्द्र । पृ꣡श्न꣢꣯यः । घृ꣣त꣢म् । दु꣣हते । आशि꣡र꣢म् । आ꣣ । शिर꣢꣯म् । ए꣣ना꣢म् । ऋ꣣त꣡स्य꣢ । पि꣣प्यु꣡षीः꣢ ॥१८७॥

Mantra without Swara
इमास्त इन्द्र पृश्नयो घृतं दुहत आशिरम् । एनामृतस्य पिप्युषीः ॥

इमाः । ते । इन्द्र । पृश्नयः । घृतम् । दुहते । आशिरम् । आ । शिरम् । एनाम् । ऋतस्य । पिप्युषीः ॥१८७॥

Samveda - Mantra Number : 187
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (ते इमाः पृश्नयः) તારા માટે અર્પિત - તારા માટે કરવામાં આવેલી - મને સ્પર્શ કરતી વાણીઓ સ્તુતિઓ (आशिरं घृतं दुहते) મારા માટે તારાથી આશ્રયણીય જ્ઞાનમય તેજ-જ્ઞાનામૃતને દોહે છે - મારી અંદર ભરી દે છે (एनाम् ऋतस्य पिप्युषीः) એ સ્તુતિઓ અધ્યાત્મયજ્ઞની વૃદ્ધિ કરનારી છે. (૩)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તને સમર્પિત એ સ્તુતિઓ મારા માટે તારાથી આશ્રયણીય જ્ઞાનમય તેજ અથવા તેજોમય અમૃતને દોહે છે. જે મારો અમર સહારો છે, વસ્તુતઃ એ સ્તુતિઓ અધ્યાત્મયજ્ઞને આગળને આગળ ધપાવતી રહે છે. (૩)