Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 18

1875 Mantra
Devata- अग्निः Rishi- प्रयोगो भार्गवः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
औ꣣र्वभृगुव꣡च्छुचि꣢꣯मप्नवान꣣व꣡दा हु꣢꣯वे । अ꣣ग्नि꣡ꣳ स꣢मु꣣द्र꣡वा꣢ससम् ॥१८॥

औ꣣र्वभृगुव꣢त् । औ꣣र्व । भृगुव꣢त् । शु꣡चि꣢꣯म् । अ꣣प्नवानव꣢त् । आ । हु꣣वे । अग्नि꣢म् स꣣मुद्र꣡वा꣢ससम् । स꣣मुद्र꣢ । वा꣣ससम् ॥१८॥

Mantra without Swara
और्वभृगुवच्छुचिमप्नवानवदा हुवे । अग्निꣳ समुद्रवाससम् ॥

और्वभृगुवत् । और्व । भृगुवत् । शुचिम् । अप्नवानवत् । आ । हुवे । अग्निम् समुद्रवाससम् । समुद्र । वाससम् ॥१८॥

Samveda - Mantra Number : 18
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (और्व भृगुवत्) ઉર્વી = પૃથિવીમાં ઉત્પન્ન ઔર્વ = ગંધક પોટાસ આદિ ખનિજ પદાર્થો દ્વારા અગ્નિને પ્રકટ કરનારા રાસાયનિક વિદ્વાનોની સમાન-જેમ તે ભૂમિના પદાર્થોથી અગ્નિને પ્રકટ કરે છે. (अप्नवानवत्) મંથનનું સેવન કરનારાઓની સમાન, અથવા બન્ને હાથો, પ્રશસ્ત ભુજાઓવાળા શિલ્પીજન સમાન, અગ્નિને પ્રકટ કરે છે; તેમ હું અધ્યાત્મયજ્ઞકર્તા ઉપાસક આધ્યત્મિક ભૃગુ અને આધ્યાત્મિક અપ્નવાન્ હાથોવાળો બનીને (समुद्रवाससं शुचिम् अग्निम् आहुवे) અન્તરિક્ષ - આકાશ મહાકાશ હે વાસસ્ - જેનું વાસ સ્થાન તે વ્યાપ્ત પરમાત્મા અગ્નિને પ્રદીપ્ત-સાક્ષાત્ આમંત્રિત કરું છું - પ્રાપ્ત કરું છું - પ્રકટ કરું છું.

[આ મંત્રમાં ઔર્વ ભૃગુ અને અપ્ન્વાનની સમાન શુચિ, અગ્નિ અને અન્તરિક્ષ વાસ-વ્યાપ્ત પ્રભુને પ્રાપ્ત કરવાનું વર્ણન છે. અનુ.]
Essence
ભાવાર્થ : જેમ અગ્નિવિદ્યાના નિષ્ણાત વિદ્વાન ગંધક આદિ પદાર્થોના મિશ્રણથી અથવા ચકમક પર લોઢાના ઘર્ષણ-રગડવાથી અથવા અરણીના લાકડાના મંથનથી અગ્નિને પ્રકટ કરે છે; “તેમ અધ્યાત્મયાજ્ઞિક ધ્યાની ઉપાસક પણ અભ્યાસ અને વૈરાગ્યના સ્વાધ્યાય, જપ અને યોગ-અર્થ ભાવનના મિશ્રણથી વિશ્વાકાશ-સમસ્ત સંસારમાં વ્યાપ્ત પરમાત્માને મારી અંદર પ્રકાશિત કરી શકું છું."

તેથી હું આત્મ સમર્પણ કરનાર ધ્યાની ઉપાસક પણ હે પરમાત્મન્ ! તને મારી અંદર સાક્ષાત્ કરી શકીશ; તને મારી અંદર આમંત્રિત કરું છું. (૮)