Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1718

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- बृहती Swara- मध्यमः
Mantra with Swara
आ꣢ म꣣न्द्रै꣡रि꣢न्द्र꣣ ह꣡रि꣢भिर्या꣣हि꣢ म꣣यू꣡र꣢रोमभिः । मा꣢ त्वा꣣ के꣢ चि꣣न्नि꣡ ये꣢मु꣣रि꣢꣫न्न पा꣣शि꣢꣫नोऽति꣣ ध꣡न्वे꣢व꣣ ता꣡ꣳ इ꣢हि ॥१७१८॥

आ꣢ । म꣣न्द्रैः꣢ । इ꣣न्द्र । ह꣡रि꣢꣯भिः । या꣣हि꣢ । म꣣यू꣡र꣢रोमभिः । म꣣यू꣡र꣢ । रो꣣मभिः । मा꣢ । त्वा꣣ । के꣢ । चि꣣त् । नि꣢ । ये꣣मुः । इ꣢त् । न । पा꣣शि꣡नः꣢ । अ꣡ति꣢꣯ । ध꣡न्व꣢꣯ । इ꣣व । ता꣢न् । इ꣣हि ॥१७१८॥

Mantra without Swara
आ मन्द्रैरिन्द्र हरिभिर्याहि मयूररोमभिः । मा त्वा के चिन्नि येमुरिन्न पाशिनोऽति धन्वेव ताꣳ इहि ॥

आ । मन्द्रैः । इन्द्र । हरिभिः । याहि । मयूररोमभिः । मयूर । रोमभिः । मा । त्वा । के । चित् । नि । येमुः । इत् । न । पाशिनः । अति । धन्व । इव । तान् । इहि ॥१७१८॥

Samveda - Mantra Number : 1718
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 19; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમૈશ્વર્યવાન પરમાત્મન્ ! તું (मयूररोमभिः मन्द्रैः हरिभिः) મોરના રોમ - રુંવાટાં સમાન સુંદર પોતાની રશ્મિઓ-જ્ઞાન જ્યોતિઓ દ્વારા જે તારા સ્વરૂપને પ્રદર્શિત કરતી તને અમારા સુધી લાવનારી અને અમને તારા સુધી પહોંચાડનારી છે તેના દ્વારા (आयाहि) સમગ્ર રૂપથી અમને પ્રાપ્ત થાય. (केचित्) કોઈ બીજા (त्वा मा नियेमुः इत्) તને અવરોધ કરે નહિ-રોકે નહિ (पाशिनः न) બાંધનારા શિકારીની સમાન (धन्व इव तान् अतीहि) અથવા એ બાધક વચ્ચે આવે તો તેને મરુ દેશોની માફક અતિક્રમણ કરીને - ઓળંગીને પ્રાપ્ત થાય. (૪)

 

 

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું મારે પક્ષીની ચમક-દમક સુંદર રોમ-રુવાટાં સમાન મનનોહક જ્ઞાન રશ્મિઓ જ્ઞાન જ્યોતિઓ જે તારા સ્વરૂપને પ્રદર્શિત કરતી તને અમારા સુધી લાવનારી અને અમને તારા સુધી પહોંચાડનારી આકર્ષિત કરનારી છે, તેના દ્વારા તું સમગ્ર રૂપથી પ્રાપ્ત થા. 

પરમાત્મન્ ! તારા આગમનને રોકનાર કોઈ દોષ અમારી અંદર ઉત્પન્ન ન થાય, જે અમારી સદ્વૃત્તિઓને શિકારીની સમાન રોકીને તને અમારા સુધી પહોંચાડવામાં બાધક બને, અમારાથી અન્યો દ્વારા પ્રકટ કરેલ ખોટા દોષોને તું મરુ પ્રદેશની સમાન સૂકા અને નીરસ માનીને તેને ઓળંગીને પ્રાપ્ત થા. (૪)