Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1696

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः
Mantra with Swara
क꣡ ईं꣢ वेद सु꣣ते꣢꣫ सचा꣣ पि꣡ब꣢न्तं꣣ कद्वयो꣢꣯ दधे । अ꣣यं यः पुरो꣢꣯ विभि꣣नत्त्योज꣢꣯सा मन्दा꣣नः꣢ शि꣣प्र्य꣡न्ध꣢सः ॥१६९६॥

कः꣢ । ई꣣म् । वेद । सुते꣢ । स꣡चा꣢꣯ । पि꣡ब꣢꣯न्तम् । कत् । व꣡यः꣢꣯ । द꣣धे । अय꣢म् । यः । पु꣡रः꣢꣯ । वि꣣भि꣡न꣢त्ति । वि꣣ । भि꣡नत्ति꣢ । ओ꣡ज꣢꣯सा । म꣣न्दानः꣢ । शि꣣प्री꣢ । अ꣡न्ध꣢꣯सः ॥१६९६॥

Mantra without Swara
क ईं वेद सुते सचा पिबन्तं कद्वयो दधे । अयं यः पुरो विभिनत्त्योजसा मन्दानः शिप्र्यन्धसः ॥

कः । ईम् । वेद । सुते । सचा । पिबन्तम् । कत् । वयः । दधे । अयम् । यः । पुरः । विभिनत्ति । वि । भिनत्ति । ओजसा । मन्दानः । शिप्री । अन्धसः ॥१६९६॥

Samveda - Mantra Number : 1696
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुते सचा पिबन्तम्) ઉપાસક દ્વારા ઉપાસનારસ નિષ્પન્ન થઈને ઉપાસનારસને નિષ્પાદકની સાથે મળીને પાન કરતા-સ્વીકાર કરતા -(कः ईं वेद) કોણ એમ જાણે છે જેમ અન્તરાત્મામાં બિરાજમાન છે તે પાન કરે છે-સ્વીકાર કરે છે. (कत् उ वयः दधे) ફળ રૂપમાં કોઈ વિલક્ષણ જીવન-શ્રેષ્ઠ જીવનને અધ્યાત્મ જીવનને ધારણ કરે છે (यः अयम्) જે એ (शिप्री)વિભુ ગતિમાન (अन्धसः मन्दानः) આધ્યાનીય ઉપાસનારસના પાનથી પ્રસાદને પ્રાપ્ત થયેલ-પ્રીતિ કરતા (ओजसा) પોતાની શક્તિથી (पुरः विभिनत्ति) માનસ ભૂમિઓ-મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ગુણ સ્વરૂપોથી ઉન્નત કરે છે-વિકસિત કરે છે. (૫)
 
Essence
ભાવાર્થ : ઉપાસકના નિષ્પન્ન ઉપાસનારસને તેની સાથે સમકાલમાં જ પાન કરતા-સ્વીકાર કરતા પરમાત્માને કોણ જાણે છે ? અર્થાત્ કોઈ નહિ. માત્ર ઉપાસક જ જાણી શકે છે. એમ કહેવું હોય તો કહી શકાય. કોણ વિલક્ષણ જીવન તેને ધારણ કરી શકે છે ? તે વિભુ ગતિમાન પરમાત્મા ઉપાસનારસના પાન દ્વારા પ્રસન્ન થઈને પોતાના આત્મબળ-આત્મશક્તિથી ઉપાસકના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ઉન્નત કરે છે વિકસિત કરે છે. (૫)