Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1663

1875 Mantra
Devata- अग्निः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ज꣡रा꣢बोध꣣ त꣡द्वि꣢विड्ढि वि꣣शे꣡वि꣢शे य꣣ज्ञि꣡या꣢य । स्तो꣡म꣢ꣳ रु꣣द्रा꣡य꣢ दृशी꣣क꣢म् ॥१६६३॥

ज꣡रा꣢꣯बोध । ज꣡रा꣢꣯ । बो꣣ध । त꣢त् । वि꣣विड्ढि । विशे꣡वि꣢शे । वि꣣शे꣢ । वि꣣शे । यज्ञि꣡या꣢य । स्तो꣡म꣢꣯म् । रु꣢द्रा꣡य꣢ । दृ꣣शीक꣢म् ॥१६६३॥

Mantra without Swara
जराबोध तद्विविड्ढि विशेविशे यज्ञियाय । स्तोमꣳ रुद्राय दृशीकम् ॥

जराबोध । जरा । बोध । तत् । विविड्ढि । विशेविशे । विशे । विशे । यज्ञियाय । स्तोमम् । रुद्राय । दृशीकम् ॥१६६३॥

Samveda - Mantra Number : 1663
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 18; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (जराबोधः) સ્તુતિ દ્વારા બોધ-જ્ઞાન કરાવનાર (विशे विशे) પ્રત્યેક મનોનિવેશરૂપ ધ્યાન– યજ્ઞના માટે (यज्ञियाय रुद्राय) તું ધ્યાનયજ્ઞના અભીષ્ટ દેવ તથા સ્તુતિ દ્વારા પૂર્ણ પ્રકાશમાન થયેલ અથવા જરા-વૃદ્ધાવસ્થા દ્વારા રડાવનાર પરમાત્માને માટે (तत् दृशीकं स्तोमम्) તે દર્શન સાધક-નેત્રથી જોયેલ સ્તુતિ વચનને (विवीड्ढि) સમ્યક્ રીતે અપનાવી લે.
 
Essence
ભાવાર્થ : હે પ્રિય પરમાત્મન્ ! જ્યારે હું તારી સ્તુતિ કરું છું, ત્યારે તું મને બોધ-જ્ઞાન આપે છે. તથા જરા-વૃદ્ધાવસ્થામાં સાવધાન કરે છે - નાશવાન સંસારથી છૂટીને તારા શરણમાં આવવા માટે પ્રેરિત કરે છે. આ રીતે બોધ કરાવનાર પરમાત્મન્ ! તું મારા પ્રત્યેક મનોનિવેશરૂપ ધ્યાનયજ્ઞમાં પ્રવેશ કર-પ્રાપ્ત થા - પોતાનો માનીને સ્વીકાર કર. તું પ્રકાશસ્વરૂપ ધ્યાનયજ્ઞના ઇષ્ટદેવ તથા જન્મ-જન્માન્તરના ભોગોની દોડમાં પડેલાને પૂર્ણ પશ્ચાતાપ કરાવનારને માટે દર્શન સાધન મારી સ્તુતિ સમૂહનો સ્વીકાર કર. (૫)