Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1605

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवातिथिः काण्वः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
मा꣡ भे꣢म꣣ मा꣡ श्र꣢मिष्मो꣣ग्र꣡स्य꣢ स꣣ख्ये꣡ तव꣢꣯ । म꣣ह꣢त्ते꣣ वृ꣡ष्णो꣢ अभि꣣च꣡क्ष्यं꣢ कृ꣣तं꣡ पश्ये꣢꣯म तु꣣र्व꣢शं꣣ य꣡दु꣢म् ॥१६०५॥

मा꣢ । भे꣣म । मा꣢ । श्र꣣मिष्म । उग्र꣡स्य꣢ । स꣣ख्ये꣢ । स꣣ । ख्ये꣢ । त꣡व꣢꣯ । म꣣ह꣢त् । ते꣣ । वृ꣡ष्णः꣢꣯ । अ꣣भिच꣡क्ष्य꣢म् । अ꣣भि । च꣡क्ष्य꣢꣯म् । कृ꣣त꣢म् । प꣡श्ये꣢꣯म । तु꣣र्व꣡श꣢म् । य꣡दु꣢꣯म् ॥१६०५॥

Mantra without Swara
मा भेम मा श्रमिष्मोग्रस्य सख्ये तव । महत्ते वृष्णो अभिचक्ष्यं कृतं पश्येम तुर्वशं यदुम् ॥

मा । भेम । मा । श्रमिष्म । उग्रस्य । सख्ये । स । ख्ये । तव । महत् । ते । वृष्णः । अभिचक्ष्यम् । अभि । चक्ष्यम् । कृतम् । पश्येम । तुर्वशम् । यदुम् ॥१६०५॥

Samveda - Mantra Number : 1605
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 16; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तव उग्रस्य वृष्णः) તારી પ્રતાપી, સુખવર્ષક, ઐશ્વર્યવાન પરમાત્માની (सख्ये) મિત્રતામાં (मा भेम) અમે ભય ન કરીએ-કોઈથી પણ ભયપ્રદ અથવા ભયાવહથી દુઃખ ન પામીએ. (मा श्रमिष्म) અમે સ્વયં ખેદને પ્રાપ્ત ન થઈએ-ખિન્ન ન બનીએ તે નિશ્ચિત છે. (ते) તારું (कृतम्) સખિકાર્ય-મિત્રતાનું કાર્ય (महत् अभि चक्ष्यम्) મહાન સર્વથા પ્રશંસનીય-સ્તુત્ય છે. જેને અમે (तुर्वशं यदुं पश्येम) નિકટથી નિહાળીએ છીએ-જેમ કે-સૂંઘવા માટે નાક, સ્વાદ લેવા માટે જિહ્વા, રૂપ દર્શન માટે નેત્ર, સ્પર્શ કરવા માટે ત્વચા, શબ્દ સાંભળવા માટે કાન-ભોગ સાધનો અને ભોગ આપેલ છે. તથા બીજું મિત્રતાનું કાર્ય અપવર્ગ છે-મોક્ષ પ્રદાન કરવાનું છે જે દૂરનું છે-આ લોકનું નથી. (तुर्वश) નિકટ પાસે રહેલ કરતા દૂરનું કાર્ય અપવર્ગ છે-મોક્ષ પ્રદાન કાર્ય ‘તુર્વશ’-તુરત વશમાં થનાર-મળનાર જે ‘યદુમ્’-યજનીય સંગમનીય કહી શકાય છે. (૧)