Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1599

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣य꣡मु꣢ ते꣣ स꣡म꣢तसि क꣣पो꣡त꣢ इव गर्भ꣣धि꣢म् । व꣢च꣣स्त꣡च्चि꣢न्न ओहसे ॥१५९९॥

अ꣣य꣢म् । उ꣣ । ते । स꣡म् । अ꣣तसि । कपो꣡तः꣢ । इ꣣व । गर्भधि꣢म् । ग꣣र्भ । धि꣢म् । व꣡चः꣢꣯ । तत् । चि꣣त् । नः । ओहसे ॥१५९९॥

Mantra without Swara
अयमु ते समतसि कपोत इव गर्भधिम् । वचस्तच्चिन्न ओहसे ॥

अयम् । उ । ते । सम् । अतसि । कपोतः । इव । गर्भधिम् । गर्भ । धिम् । वचः । तत् । चित् । नः । ओहसे ॥१५९९॥

Samveda - Mantra Number : 1599
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 16; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે ઇન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તારો પુત્ર વા મિત્ર (अयम् उ) એવો હું જીવાત્મા (समतसि) શરીરમાં ભોગ માટે વારંવાર નિરંતર ગમન કરી રહ્યો છું-ભટકી રહ્યો છું (कपोतः इव (गर्भधिम्) જેમ કબૂતરને છોડના ગર્ભરૂપ અન્ન-દાણા વેરેલ હોય, ત્યાં તેને ખાવા શિકારીની જાળમાં ફસાય જાય છે (तत् चित्) તે કારણે પણ, (नः वचः ओहसे) અમારા-મારા આર્તવચન-પ્રાર્થનાવચન-શરીર બંધન અથવા ભોગ બંધન અથવા ભોગ સંકટથી વિમુક્તિ માટે પ્રાર્થના વચનને સમગ્ર રૂપથી પ્રાપ્ત થાય છે - સાંભળે છે - સ્વીકાર કરે છે. (૯)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! દાણાના લોભમાં દાણા વેરેલી જાળમાં ફસાયેલા કબૂતરની માફક ભોગ માટે ભોગસ્થાન-શરીરમાં ભટકતા ફસાયેલ આ મારા જીવાત્માના પશ્ચાતાપરૂપ આર્તનાદને અવશ્ય સાંભળે છે - સાંભળ, મને મુક્તિ પ્રદાન કર. (૯)