Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1587

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेध्यातिथिः काण्वः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
इ꣢न्द्र꣣मि꣢द्दे꣣व꣡ता꣢तय꣣ इ꣡न्द्रं꣢ प्र꣣꣬यत्य꣢꣯ध्व꣣रे꣢ । इ꣡न्द्र꣢ꣳ समी꣣के꣢ व꣣नि꣡नो꣢ हवामह꣣ इ꣢न्द्रं꣣ ध꣡न꣢स्य सा꣣त꣡ये꣢ ॥१५८७॥

इ꣡न्द्र꣢꣯म् । इत् । दे꣣व꣡ता꣢तये । इ꣡न्द्र꣢꣯म् । प्र꣡यति꣢꣯ । प्र꣣ । यति꣢ । अ꣣ध्वरे꣢ । इ꣡न्द्र꣢꣯म् । स꣣मीके꣢ । स꣣म् । ईके꣢ । व꣣नि꣡नः꣢ । ह꣣वामहे । इ꣡न्द्र꣢꣯म् । ध꣡न꣢꣯स्य । सा꣣त꣡ये꣢ ॥१५८७॥

Mantra without Swara
इन्द्रमिद्देवतातय इन्द्रं प्रयत्यध्वरे । इन्द्रꣳ समीके वनिनो हवामह इन्द्रं धनस्य सातये ॥

इन्द्रम् । इत् । देवतातये । इन्द्रम् । प्रयति । प्र । यति । अध्वरे । इन्द्रम् । समीके । सम् । ईके । वनिनः । हवामहे । इन्द्रम् । धनस्य । सातये ॥१५८७॥

Samveda - Mantra Number : 1587
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 16; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वनिनः) અમે પરમાત્માનું સારી રીતે ભજન કરનારા ઉપાસકો (देवतातये) દેવ ભાવને પ્રાપ્ત કરવા માટે-શ્રેષ્ઠ જ્ઞાનવાન બનવા માટે (इन्द्रम् इत्) પરમાત્માનું અવશ્ય (हवामहे) સ્મરણ કરીએ. (प्रयति अध्वरे) પુનઃ વર્તમાન ચાલતાં અથવા આરંભ કરવામાં આવતાં અધ્યાત્મયજ્ઞના કારણે, (इन्द्रम्) પરમાત્માનું સ્મરણ કરીએ. (समीके) પશ્ચાત્ સંઘર્ષ–દૈવવૃત્તિઓ અને આસુરી વૃત્તિઓના સંગ્રામમાં (इन्द्रम्) પરમાત્માનું સ્મરણ કરીએ, (धनस्य सातये) આનંદ ભોગ ધનની સંભક્તિ-પ્રાપ્તિને માટે (इन्द्रम्) પરમાત્માનું સ્મરણ કરીએ. (૭)

 

 
Essence
ભાવાર્થ : અમે પરમાત્માનું સ્મયક્ સેવન કરનારા ઉપાસકો (૧) પોતાને દેવ-ઉત્તમ જ્ઞાની બનાવવા માટે પરમાત્માનું સ્મરણ કરીએ. (૨) ઉત્તમ જ્ઞાની બનીને અધ્યાત્મયજ્ઞનો આરંભ કરતા તેનું સ્મરણકીએ. (૩) પશ્ચાત્ અધ્યાત્મયજ્ઞનો પ્રારંભ કરતા કદાચ સંગ્રામ થાય તો પરમાત્માનું સ્મરણ કરીએ. (૪) અધ્યાત્મ આનંદ ભોગ ધનની પ્રાપ્તિને માટે પરમાત્માનું સ્મરણ કરીએ. આ રીતે જીવનના ઉત્કર્ષ માટે એ ચાર અવસર પર પરમાત્માનું સ્મરણ અમારા માટે ખૂબ જ સહાયક બને છે. (૭)