Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1570

1875 Mantra
Devata- अग्निः Rishi- प्रयोगो भार्गवः पावकोऽग्निर्बार्हस्पत्यो वा गृहपति0यविष्ठौ सहसः पुत्रावन्यतरो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣡प꣢ त्वा जा꣣म꣢यो꣣ गि꣢रो꣣ दे꣡दि꣢शतीर्हवि꣣ष्कृ꣡तः꣢ । वा꣣यो꣡रनी꣢꣯के अस्थिरन् ॥१५७०॥

उ꣡प꣢꣯ । त्वा꣣ । जाम꣡यः꣢ । गि꣡रः꣢꣯ । दे꣡दि꣢꣯शतीः । ह꣣विष्कृ꣡तः꣢ । ह꣣विः । कृ꣡तः꣢꣯ । वा꣣योः꣢ । अ꣡नी꣢꣯के । अ꣢स्थिरन् ॥१५७०॥

Mantra without Swara
उप त्वा जामयो गिरो देदिशतीर्हविष्कृतः । वायोरनीके अस्थिरन् ॥

उप । त्वा । जामयः । गिरः । देदिशतीः । हविष्कृतः । हविः । कृतः । वायोः । अनीके । अस्थिरन् ॥१५७०॥

Samveda - Mantra Number : 1570
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 7; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 15; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ: (हविष्कृतः) જેમ હવિ = આહુતિઓને આપનારની આહુતિઓ (वायोः अनीके) વાયુના દળ = વાદળાઓમાં (उप अस्थिरन्) ઉપસ્થિત થાય છે. અર્થાત્ ફરી વર્ષાનું જળ લાવવા માટે પહોંચી જાય છે; તેમ (जामयः देदिशतीः गिरः) એક પછી બીજી ગતિ કરતી , નિરંતર આગળ પ્રગતિ ક્રમથી એક બીજીને પ્રેરિત કરતી સ્તુતિઓ (त्वा) તારા પરમાત્મામાં સ્થિત થાય છે - પહોંચી જાય છે અને ઉપાસક સુધી તારા દર્શનામૃતને લાવવા માટે પુનઃ લઈ આવે છે . (૩)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ જેમ આહુતિઓ વાયુદળ - વાદળાઓમાં જઈને વૃષ્ટિ જળને વરસાવે છે , તેમ જ ઉપાસકની હાવ ભાવપૂર્ણ આંતરિક સત્ય સ્તુતિઓ પરસ્પર નિરંતર ક્રમથી એક પછી બીજી બધી ને અગ્રગતિ કરતી એક બીજી ને પ્રેરિત કરીને , તારા સુધી પહોંચીને , તારા દર્શનામૃતને મારા સુધી વરસાવવામાં લઈ આવવામાં સમર્થ બને છે . તેથી હું આધ્યાત્મ પ્રયોગ કરતા તારા દર્શના મૃત ને પ્રાપ્ત કરવા - પાન કરવામાં અવશ્ય સમર્થ બની શકું છું . (૩)