Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1411

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेधपुरुमेधावाङ्गिरसौ Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
त्व꣡मि꣢न्द्र य꣣शा꣡ अ꣢स्यृजी꣣षी꣡ शव꣢꣯स꣣स्प꣡तिः꣢ । त्वं꣢ वृ꣣त्रा꣡णि꣢ हꣳस्यप्र꣣ती꣢꣫न्येक꣣ इ꣢त्पु꣣र्व꣡नु꣢त्तश्चर्षणी꣣धृ꣡तिः꣢ ॥१४११॥

त्व꣢म् । इ꣣न्द्र । यशाः꣢ । अ꣣सि । ऋजीषी꣢ । श꣡व꣢꣯सः । प꣡तिः꣣ । त्वम् । वृ꣣त्रा꣡णि꣢ । ह꣣ꣳसि । अप्रती꣡नी꣢ । अ꣣ । प्रती꣡नी꣢ । ए꣡कः꣢꣯ । इत् । पु꣣रु꣢ । अ꣡नु꣢꣯त्तः । अ । नु꣣त्तः । चर्षणीधृ꣡तिः꣢ । च꣣र्षणि । धृ꣡तिः꣢꣯ ॥१४११॥

Mantra without Swara
त्वमिन्द्र यशा अस्यृजीषी शवसस्पतिः । त्वं वृत्राणि हꣳस्यप्रतीन्येक इत्पुर्वनुत्तश्चर्षणीधृतिः ॥

त्वम् । इन्द्र । यशाः । असि । ऋजीषी । शवसः । पतिः । त्वम् । वृत्राणि । हꣳसि । अप्रतीनी । अ । प्रतीनी । एकः । इत् । पुरु । अनुत्तः । अ । नुत्तः । चर्षणीधृतिः । चर्षणि । धृतिः ॥१४११॥

Samveda - Mantra Number : 1411
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 12; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (त्वम्) તું (यशाः) મહા યશસ્વી (ऋजीषी) સદ્ગુણ સંચયને પ્રેરિત કરનાર (शवसः पतिः) સમસ્ત બળોનો ભંડાર વા સ્વામી (असि) છે. (त्वम्) તું (एकः इत्) માત્ર એકલો જ (पूर्वनुत्तः) અનેકોથી નિરસ્કૃત ન થનાર અર્થાત્ અનેકોથી અપ્રતિહત (चर्षणीधृतिः) મનુષ્યોનો ધારક અને સહાયક તેના (अप्रतीनि वृत्राणि) ભયંકર પાપ વૃત્તો-પાપ સંકલ્પોનો (हंसि) નાશ કરે છે. (૬)

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું મહા યશસ્વી છે, પ્રત્યેક પદાર્થમાં તારું યશસ્વી નામ પ્રતિભાસિત થઈ રહેલ છે, તું ઉપાસકના ગુણ સમૂહને પ્રેરિત કરનાર સમસ્ત બળોનો સ્વામી છે, તું માત્ર એકલો પણ વિરોધી તત્ત્વોથી પરાજીત થનાર નથી, મનુષ્યોનો ધારક-સહાયક છે, તેના ઘોર પાપ સંકલ્પોને પણ નષ્ટ કરનાર છે. (૬)