Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 14

1875 Mantra
Devata- अग्निः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
उ꣡प꣢ त्वाग्ने दि꣣वे꣡दि꣢वे꣣ दो꣡षा꣢वस्तर्धि꣣या꣢ व꣣य꣢म् । न꣢मो꣣ भ꣡र꣢न्त꣣ ए꣡म꣢सि ॥१४॥

उ꣡प꣢꣯ । त्वा꣣ । अग्ने । दिवे꣡दि꣢वे । दि꣣वे꣢ । दि꣣वे । दो꣡षा꣢꣯वस्तः । दो꣡षा꣢꣯ । व꣣स्तः । धिया꣢ । व꣣य꣢म् । न꣡मः꣢꣯ । भ꣡र꣢꣯न्तः । आ । इ꣣मसि ॥१४॥

Mantra without Swara
उप त्वाग्ने दिवेदिवे दोषावस्तर्धिया वयम् । नमो भरन्त एमसि ॥

उप । त्वा । अग्ने । दिवेदिवे । दिवे । दिवे । दोषावस्तः । दोषा । वस्तः । धिया । वयम् । नमः । भरन्तः । आ । इमसि ॥१४॥

Samveda - Mantra Number : 14
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (वयम्) અમે (दिवे दिवे)પ્રતિદિન -નિરંતર (दोषावस्तः) સાયં પ્રાતઃ (ध्यानवृत्ति) ધ્યાનવૃત્તિ—ધારણા અથવા મનથી (नमः भरन्तः) સ્તુતિ સમર્પણ કરતાં (त्वा) તારી (एमसि) સમીપ પ્રાપ્ત થઈએ છીએ. (૪)
Essence
ભાવાર્થ : પ્રિય પરમાત્મન્ ! અમે તારી સમીપતા પ્રાપ્ત કરવા માટે સવારે અને સાંજે બન્ને સમય પ્રતિદિન ધ્યાન અને સ્વાત્માના નમ્ર-વિનયભાવનું અનુષ્ઠાન કરીએ છીએ.

ધ્યાન-તારા ગુણોના ચિંતન દ્વારા તારા પ્રત્યે અભિરુચિરૂપ પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે; તથા નમસ્કાર સ્વ-આત્મ સમર્પણથી અભ્યાસ સિદ્ધ થાય છે. ધ્યાનથી-ગુણાનુરાગ અને વૈરાગ્યથી વ્યસન-વાસનારૂપ કાલિમા છૂટી જાય છે; તેમજ કૃતઘ્નતા અને નાસ્તિકતા રૂપ કઠોરતાનો ત્યાગ થાય છે, સર્વતો ભાવથી સ્વાત્મ સમર્પણના અભ્યાસ દ્વારા, તે હું ઉપાસક તે બન્નેનું પ્રાતઃ સાયં પ્રતિદિન સેવન કરીને તને પ્રાપ્ત કરું. (૪)