Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 134

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
भि꣣न्धि꣢꣫ विश्वा꣣ अ꣢प꣣ द्वि꣢षः꣣ प꣢रि꣣ बा꣡धो꣢ ज꣣ही꣡ मृधः꣢꣯ । व꣡सु꣢ स्पा꣣र्हं꣡ तदा भ꣢꣯र ॥१३४॥

भि꣣न्धि꣢ । वि꣡श्वाः꣢꣯ । अ꣡प꣢꣯ । द्वि꣡षः꣢꣯ । प꣡रि꣢ । बा꣡धः꣢꣯ । ज꣣हि꣢ । मृ꣡धः꣢꣯ । व꣡सु꣢꣯ । स्पा꣣र्ह꣢म् । तत् । आ । भ꣣र ॥१३४॥

Mantra without Swara
भिन्धि विश्वा अप द्विषः परि बाधो जही मृधः । वसु स्पार्हं तदा भर ॥

भिन्धि । विश्वाः । अप । द्विषः । परि । बाधः । जहि । मृधः । वसु । स्पार्हम् । तत् । आ । भर ॥१३४॥

Samveda - Mantra Number : 134
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विश्वाः द्विषः) હે ઈન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું સમસ્ત દ્વેષ કરનારી પ્રવૃત્તિઓને (अपभिन्धि) છિન્ન - ભિન્ન કરી દે , (बाधः) સમસ્ત બાધા ભાવનાઓ ને (मृधः) પાપવૃત્તિઓને (परिजहि) સર્વ પ્રકારથી દૂર કરી દે , (स्पार्हं वसु तत् आभर) જે સ્પૃહણીય - વાંછનીય ગુણ છે , તે સમગ્ર રૂપમાં ધારણ કરાવ અથવા લઈ આવ. (૧૦)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! મારી અંદર બીજાઓ પ્રત્યે થનારી તથા મારા પ્રત્યે બીજાઓની પણ સર્વ દ્વેષ પ્રવૃત્તિઓને છિન્ન - ભિન્ન કરી દે , મારી અંદર બીજાઓ પ્રત્યે થનારી બાધા પ્રવૃત્તિઓ તથા પાપ વૃત્તિઓને તથા મારા પ્રત્યે બીજાઓની બાધા ભાવનાઓ અને પાપવૃત્તિઓનો નાશ કર. પુનઃ વાંછનીય વનનીય ગુણધનને મારી અંદર ધારણ કરાવી દે - ભરી દે , જેથી અન્યોનું અહિત ચિંતન ન કરું અને મારા વિષે કોઈ અહિત ચિંતન ન કરી શકે. (૧૦)