Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1231

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवातिथिः काण्वः Chhand- बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
य꣡दि꣢न्द्र꣣ प्रा꣢꣫गपा꣣गु꣢दङ्न्य꣣꣬ग्वा꣢꣯ हू꣣य꣢से꣣ नृ꣡भिः꣢ । सि꣡मा꣢ पु꣣रू꣡ नृषू꣢꣯तो अ꣣स्या꣢न꣣वे꣡ऽसि꣢ प्रशर्ध तु꣣र्व꣡शे꣢ ॥१२३१॥

य꣢त् । इ꣣न्द्र । प्रा꣢क् । अ꣡पा꣢꣯क् । अ꣡प꣢꣯ । अ꣣क् । उ꣡द꣢꣯क् । उत् । अ꣣क् । न्य꣡क्꣢ । नि । अ꣣क् । वा । हूय꣡से꣢ । नृ꣡भिः꣢꣯ । सि꣡म꣢꣯ । पु꣣रु꣢ । नृ꣡षू꣢꣯तः । नृ । सू꣣तः । असि । आ꣡न꣢꣯वे । अ꣡सि꣢꣯ । प्र꣢शर्ध । प्र । शर्ध । तु꣡र्व꣢शे ॥१२३१॥

Mantra without Swara
यदिन्द्र प्रागपागुदङ्न्यग्वा हूयसे नृभिः । सिमा पुरू नृषूतो अस्यानवेऽसि प्रशर्ध तुर्वशे ॥

यत् । इन्द्र । प्राक् । अपाक् । अप । अक् । उदक् । उत् । अक् । न्यक् । नि । अक् । वा । हूयसे । नृभिः । सिम । पुरु । नृषूतः । नृ । सूतः । असि । आनवे । असि । प्रशर्ध । प्र । शर्ध । तुर्वशे ॥१२३१॥

Samveda - Mantra Number : 1231
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 9; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यत्) જ્યારે તું (नृभिः) પોતાના આત્માને ઉન્નત કરનારા વિદ્વાન ઉપાસકો દ્વારા (प्राक् - अप्राक् - उदक् - न्यकक्) પૂર્વમાં , પશ્ચિમમાં , ઊર્ધ્વ દિશામાં - ઉત્તરમાં અથવા અધઃદિશામાં - દક્ષિણમાં (हूयसे) આમંત્રિત કરવામાં આવે છે - હૃદયમાં સ્મરણ કરવામાં આવે છે - બેસાડવામાં આવે છે , ત્યારે તું (पुरु सिम) અત્યંત શ્રેષ્ઠ સર્વ પ્રશસ્ય પરમાત્મન્ ! (नृषूतः असि) તે નરોવિદ્વાન ઉપાસકોનો પ્રેરક બને છે - બની જાય છે તથા (आनवे) સમગ્ર સ્તુતિ કરનારાઓને માટે પૂર્ણ આત્મસમર્પણ કરનારા ઉપાસકોને માટે (तुर्वशे प्रशर्ध असि) શીઘ્ર અથવા સ્વ આનંદરસથી પૂર્ણ રસયુક્ત બનાવનાર બની જાય છે . ( ૭ )

 
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું જ્યારે વિદ્વાન ઉપાસકો દ્વારા પૂર્વમાં , પશ્ચિમમાં , ઉત્તરમાં અથવા દક્ષિણમાં સર્વત્ર સ્થાનોમાં અર્થાત્ સર્વત્ર કોઈપણ જ્યાં રહે અથવા જાય , આમંત્રિત કરીને હૃદયમાં સ્મરણ કરવામાં આવે , ત્યારે તું અત્યંત શ્રેષ્ઠ - પૂજ્યતમ તથા તે વિદ્વાનોનો પ્રેરક બની જાય છે ; અને સર્વતો ભાવથી આત્મ સમર્પણ કરનાર સ્તોતા - ઉપાસકને માટે શીઘ્ર ઉત્સાહક - આત્મબળદાતા અથવા પોતાના આનંદરસથી રસયુક્ત બનાવનાર બની જાય છે . (૭)