Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 120

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवजामय इन्द्रमातर ऋषिकाः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
त्व꣡मि꣢न्द्र꣣ ब꣢ला꣣द꣢धि꣣ स꣡ह꣢सो जा꣣त꣡ ओज꣢꣯सः । त्वꣳ सन्वृ꣢꣯ष꣣न्वृ꣡षेद꣢꣯सि ॥१२०॥

त्व꣢म् । इ꣣न्द्र । ब꣡ला꣢꣯त् । अ꣡धि꣢꣯ । स꣡ह꣢꣯सः । जा꣣तः꣢ । ओ꣡ज꣢꣯सः । त्व꣢म् । सन् । वृ꣣षन् । वृ꣡षा꣢꣯ । इत् । अ꣣सि ॥१२०॥

Mantra without Swara
त्वमिन्द्र बलादधि सहसो जात ओजसः । त्वꣳ सन्वृषन्वृषेदसि ॥

त्वम् । इन्द्र । बलात् । अधि । सहसः । जातः । ओजसः । त्वम् । सन् । वृषन् । वृषा । इत् । असि ॥१२०॥

Samveda - Mantra Number : 120
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યયુક્ત પરમાત્મન્ ! (त्वम्) તું (बलात् सहसः ओजसः अधिजातः) બળથી - શરીરબળથી , સહવા યોગ્ય ક્ષાત્રબળથી - મનોબળથી , ઓજ - ઋજુબળ - આત્મબળથી ઉપર પ્રસિદ્ધ થયેલ છે. (त्वं वृषन् सन्) શરીરબળ , મનોબળ અને આત્મબળ એ ત્રણેય બળોને પોતાના ઉપાસકો ઉપર વરસાવીને (वृषा इत् असि) નિરંતર સુખવર્ષક છો. (૬)
Essence
ભાવાર્થ : સંસારમાં અથવા મનુષ્યમાં શરીરબળ , મનોબળ અને આત્મબળ એ ત્રણ બળ હોય છે. પરમાત્મન્ ! તું એ ત્રણેય ઉપર પ્રસિદ્ધ તેનો ધારક છે , પોતાના ઉપાસકમાં તેનો સંચાર અને પ્રસરણ કરે છે , તેથી સમસ્ત સુખોની વૃષ્ટિ કરનાર છે. શરીર બળના પ્રદાનથી સ્વાસ્થ્ય અને દીર્ઘજીવન આપે છે , મનોબળ પ્રદાન કરીને પ્રસાદ-હર્ષ આપે છે અને આત્મબળનાં પ્રદાનથી શમ્ - શાંતિ આપે છે. (૬)